સુરત શહેરમાં (surat city news) અવારનવાર નોકર ચોરીના કિસ્સાઓ બનતા રહે છે. લોકો કામ પર તો રાખે છે પરંતુ તેના પૂરતા બાયોડેટા લેતા નથી. આવા લોકો માટે લાલ આંખ સમાન કિસ્સો ન્યુ સીટીલાઈટ (New Citylight) વસંત વિહાર સોસાયટીમાં બનવા પામ્યો છે. કામની શોધમાં લુમ્સ કારખાનેદારના ઘર સુધી પહોંચેલી બે કામવાળી મહિલાઓને (Working women) ખાતેદારે કામ પર તો રાખી લીધી હતી. પરંતુ બંને કામવાળી મહિલાઓ એ માત્ર ચાર જ દિવસમાં પોત પ્રકાશ્ય હતું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ખાતેદાર તેની પત્ની સાથે પુજાનો સામાન ખરીદી કરવા માટે બજારમાં ગયો હતો તે સમયે તકનો લાભ ઉઠાવી બંને નોકરાણીએ ઘરમાં કબાટમાંથી રોકડા રૂપિયા 1.78 લાખ તેમજ 16 લાખના દાગીના મળી કુલ રૂપિયા 18 લાખના મતાની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. જેથી આખરે ખાતેદારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે નોકર ચોરીનો ગુનો નોંધી તપાસ આદરી છે.
ન્યુ સીટીલાઈટ વસંત વિહાર સોસાયટીમાં રહેતા સંજયભાઈ જયવદન જરીવાલા ઉધના મગદલ્લા રોડ સોસીયો સર્કલ પાસે એસ.કે. ઈન્ડસ્ટ્રીઝમાં પાવર લુન્સનું ખાતુ ધરાવે છે. સંજયભાઈના મકાનમાં એક મહિના પહેલા નોકરાણી કામ છોડીને ચાલી ગઈ હતી અને તેઓ નોકરાણી શોધતા હતા.
તે દરમિયાન ગત તા 22મીના રોજ 35થી 40 વર્ષની કાજલ અને પિંકી નામની નોકરાણી તેમના ઘરે કામ પુછવા માટે આવતા બંનેને નોકરી પર રાખી લીધી હતી. આ દરમિયાન ગત તા 26મીના રોજ સવારે પોણા અગિયાર વાગ્યે સંજયભાઈ તેની પત્ની પીનલ સાથે પુજાનો સામાન ખરીદવા માટે ગયા હતા.
દરમિયાન કાજલ અને પીંકી એ મોકાનો ફાયદો ઉઠાવી કબાટમાંથી રોકડા 1.78 લાખ અને રૂપિયા 16.22 લાખના દાગીના મળી કુલ રૂપિયા 18 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પૂજાનો સામાન ખરીદી સંજય ઘરે આવતા તેમણે ચોરીની જાણ થઇ હતી.
જેથી તેઓએ આ મામલે તાત્કાલિક પોલીસને જાણ કરતા ખટોદરા પોલીસના સ્ટાફ સાથે અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેઓએ બંને નોકરાણી સામે નોકર ચોરીનો ગુનો નોંધી તપાસ આદરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..