આ શાળાના બાળકો વર્ગખંડમાં હોય કે ગ્રાઉન્ડમાં, કરે છે રમતાં રમતાં અભ્યાસ

હાદેવપુરા પ્રાથમિક શાળાનાં બાળકો અન્ય શાળાનાં બાળકો કરતાં થોડાં વધુ નસીબદાર છે. તેમના માટે શિક્ષકોએ શાળામાં જ આગવું ડાઇનિંગ ટેબલ બનાવ્યું છે. જ્યાં મધ્યાહન ભોજન પીરસાય ત્યાં સુધી કવિતાનું ગાન કરે છે અને પ્રાર્થના બાદ સમૂહ ભોજન લે છે. તો શાળાના રેમ્પ પર ચડતો-ઉતરતો ક્રમ, સાપસિડી અને રેલીંગ પર બનાવેલું પેરિસ્કોપ બાળકોને ચાલતાં ચાલતાં ગણિત અને વિજ્ઞાનના પાઠ શીખવે છે.

શાળાના કોઇપણ ખૂણે બેસીને જ્ઞાન મેળવી શકે છે આ બાળકો

આ શાળાના બાળકો ડાઇનિંગ ટેબલ પર બેસી મધ્યાહન ભોજન લે છે

શાળાના કોઇપણ ખૂણે બેસીને જ્ઞાન મેળવી શકે છે આ બાળકો
વર્ષ 2007માં રિશેષમાં તમામ 7 શિક્ષકો સાથે બેઠા હતા, ત્યારે બાળકો માટે કંઇક નવું કરવાનો વિચાર આવ્યો અને પછી દરેકે પોતાનાં વિચારો ગૃપમાં મૂકવાનું શરૂ કર્યું અને તે પ્રમાણે શાળામાં પરિવર્તનનો દોર શરૂ થયો. બાળકો માત્ર વર્ગખંડમાં જ નહીં, પરંતુ શાળાના કોઇપણ ખૂણે બેસી જ્ઞાન મેળવી શકે તે માટે પ્રયત્નશીલ રહ્યા છીએ. આજે શાળામાં આવતાં 126 બાળકો ગમે ત્યાં બેસી હળવા વાતાવરણમાં જ્ઞાન મેળવતાં નજરે પડે છે. > ભાવેશભાઇ પટેલ, આચાર્ય

સાપસિડી અને રેલીંગ પર બનાવેલું પેરિસ્કોપ બાળકોને ચાલતાં ચાલતાં ગણિત અને વિજ્ઞાનના પાઠ શીખવે છે

શિક્ષક દિલીપસિંહે એવોર્ડની રકમ શાળાના વિકાસમાં લગાવી

શિક્ષક દિલીપસિંહ વિહોલ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકથી લઇને મોરારી બાપુના ચિત્રકૂટ સહિત ચાર એવોર્ડ મેળવી ચૂક્યા છે. આ એવોર્ડમાં મળેલા રૂ.26 હજાર શાળાના વિકાસકાર્યમાં આપ્યા છે.

126 બાળકો ગમે ત્યાં બેસી હળવા વાતાવરણમાં જ્ઞાન મેળવતાં નજરે પડે છે

આ પ્રવૃતિઓ શાળાને શ્રેષ્ઠ બનાવે છે

– કિચન ગાર્ડનમાં શાકભાજીનો ઉછેર વિદ્યાર્થીઓ જાતે જ કરે છે.

– શાળાની દીવાલ વિવિધ યોગ અને સૂર્ય નમસ્કાર શીખવાડે છે.

– વર્ગખંડની બારી-બારણાં અને દીવાલો પરથી ગણિત અને ભૂમિતિનું જ્ઞાન મેળવી શકાય છે. ગામનો નકશો ગામની રૂપરેખા આપે છે.

– ગ્રાઉન્ડમાં બનાવેલી સેંડ પીટ નવા બાળકોનું મન અભ્યાસમાં લગાવવા મદદરૂપ બને છે. બાળકોને મદદરૂપ થવા રામદુકાન ચલાવે છે.

– બગીચામાંથી ચારેય દિશા અને ખૂણા અંગેનું જ્ઞાન મેળવી શકાય છે.

આ શાળાના બાળકો ડાઇનિંગ ટેબલ પર બેસી મધ્યાહન ભોજન લે છે

નવરાશની પળોમાં 10 વર્ષ પહેલાં આચાર્ય અને શિક્ષકોએ કરેલા વિચારોનું બીજ ખીલી ઊઠ્યું

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

પ્રેરણાત્મક સ્ટોરી