જમીનોનો ભાવ વધતા જ ભૂમાફિયાઓ (land mafia) ગરીબ અને અભણ ખેડૂતોની (Uneducated farmers) કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવના કેસોમાં વધારો થયો છે. રામોલ વિસ્તરામાં (Ramol) ભૂમાફિયાએ એક ખેડૂતની જમીન પાચવીને રૂ 11 કરોડની છેતરપીંડી (fraud case) કરી હતી. પોલીસે 9 લોકો વિરુદ્ધ ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી હતી. બાપુનગરના બિલ્ડર (bapunagar builder) અને ભૂમાફિયાઓએ કરોડોની જમીન પચાવી લેતા રામોલ પોલીસે ગુનો નોંધ્યો હતો. ભૂમાફિયાઓ ખેડૂત મંગાજી વાલજી પાસેથી કબૂલાત નામા પર સહી કરાવવા ખેડૂતને કારમાં ત્રણ કરોડ રૂપિયા દેખાડીને સહી કરાવી પૈસા આપ્યા વગર જ ફરાર થઇ ગયા હતા. એટલું જ નહીં કારનો પીછો પોલીસ કરે છે તેમ કહીને આ તમામ માથાભારે આરોપીઓ ભાગી ગયા હતા.
ઘટનાની વાત કરીએ અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈના વડોદ ગામે મંગાજી ઠાકોરની વડીલ ઉપાર્જિત જમીન હતી. આ જમીન ભૂતકાળમાં તેના પિતાએ એક વિરામ દેસાઈ નામના શખ્સને વેચી હતી. પૈસા પુરાના આપતા મંગાજી અને વિરમ દેસાઈ વચ્ચે કોર્ટમાં કેસ ચાલતો હતો. આ કેસમાં સમાધાન કરવા માટે મધ્યસ્થી તરીકે પ્રફુલ વ્યાસ, ભરતસિંહ ચૌહાણ,અને વિનોદ નામનો શખ્સ આવ્યા હતા.
મામલતદાર કચેરીમાં વિનોદ રાવણ નામના શખ્સે કબૂલાતનામાં પર સહી કરાવીને કારમાં પૈસા બતાવ્યા હતા. 27 વિધા જમીનની કિંમત 27 કરોડ રૂપિયા થાય છે. જેમાં 11.11 કરોડમાં જમીન વેચાણ નક્કી કરવામાં આવ્યું હતું તેમાંથી 1 કરોડ રૂપિયા ટુકડે ટુકડે મંગાજીને આપવામાં આવ્યા હતા.
અને ત્યાર બાદ પૈસાની ચૂકવીને છેતરપિંડી કરતા ખેડૂતે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ શખ્સોએ અભણ ખેડૂતને ખોટા દસ્તાવેજો પર સહીઓ કરાવીને જમીન પચાવી લીધી. ખેડૂતએ વિરુદ્ધ કરતા તેને રિવોલ્વર બતાવીને ધમકી પણ આપી.
આ જમીન પચાવવાનો મુખ્ય સૂત્રધાર એવા ભરતસિંહ ચૌહાણ અગાઉ હત્યાના ગુનામાં જેલમાં હતા અને તેના પર હજુ પણ ઘણા ગુનાઓ નોંધાયેલા છે. ખેડૂતને ધાકધમકી આપીને પૈસાના આપવા પડે માટે બધાજ રૂપિયા ચાઉં કરી ગયા હતા.
રામોલ પોલીસે આ મામલે ધાકધમકી અને છેતરપિંડી થઇ હોવાના પુરાવા લઈને ખેડૂતની ફરિયાદ નોંધી છે. પોલીસે 9 આરોપીઓ સામે ગુનો નોંધી એક આરોપી વિરમ દેસાઈની ધરપકડ કરી. જમીન કૌભાંડમાં 8 આરોપીઓ હજુ ફરાર છે. પોલીસે ખેડૂતના નિવેદન અને જમીનના દસ્તાવેજો મેળવીને આરોપીઓની ધરપકડને લઈને કાર્યવાહી શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..