ગુજરાતમાં છે એશિયાનું સૌથી ધનવાન ગામ, 50 અબજ છે બેંક ડિપોઝિટ

ગુજરાત એક એવું રાજ્ય છે જે પોતાની સંસ્કૃતિ, અતુલ્ય વારસો, કલા, સૌંદર્ય જેવી ઘણી બાબતો માટે જાણીતું છે. તેમાં પણ કચ્છ જિલ્લો પોતાના સાંસ્કૃતિક વારસા માટે પ્રસિદ્ધ છે. તેમાં પણ સમૃદ્ધિ મામલે તો ગુજરાતનો જોટો જડે એમ નથી. જે રાજ્ય અતિ સમૃદ્ધ હોય એના ગામ અને શહેર પણ સ્વભાવિક પણ પૈસાદાર હોય છે. પરંતુ આથી આજે આપણે ગુજરાતના એક એવા ગામ વિશે વાત કરીશું જેનું સ્થાન દેશમાં નહીં, પરંતુ સમગ્ર એશિયામાં અવ્વલ નંબરે છે. જો એમ જણાવવામાં આવે કે સમગ્ર એશિયાનું સૌથી ધનવાન ગામ ગુજરાતમાં આવેલું છે તો? જી હા, ગુજરાતનું આ ગામ શહેરો જેવી જ આર્થિક સમૃદ્ધિ અને પાયાની સુવિધા ઘરાવે છે.

માધાપર ગામના લગભગ પાંચેક હજારથી પણ વધુ લોકો વિદેશમાં વસવાટ કરે છે

5000 કરોડની છે બેંક ડિપોઝિટ

ગુજરાતના કચ્છ જિલ્લાના પાટનગર ભુજથી લગભગ ૩ કિ.મી. અંતરે આવેલ મુખ્યત્વે પટેલોની વસ્તી ધરાવતું ગામ માધાપર એશિયાનું સૌથી ધનવાન ગામ છે. એક સર્વે મુજબ આ ગામ પાસે 5000 કરોડની બેંક અને પોસ્ટ ડિપોઝીટ છે.

કોઈ એક ગામમાં આટલી બધી બેન્ક્સ હોય તેવું માધાપર ગામ કદાચ એશિયામાં એક માત્ર ગામ

ગામમાં છે 15થી વધુ બેંક્સ

આ ગામમાં મુખ્યત્વે NRIs દર વર્ષે કરોડો રૂપિયા ડિપોઝીટ કરાવે છે. આ ગામમાં 15 થી પણ વધુ બેન્ક્સ આવેલી છે અને હજી પણ નવી બેન્ક્સ પોતાની શાખાઓ ખોલવા તત્પર છે. કોઈ એક ગામમાં આટલી બધી બેન્ક્સ હોય તેવું માધાપર ગામ કદાચ એશિયામાં એક માત્ર ગામ હશે.

ગામની તમામ બેન્ક્સ અને પોસ્ટની ડિપોઝિટ મળી 5000 કરોડની થાપણો ધરાવે છે

સમગ્ર એશિયામાં સમૃદ્ધ ગામ તરીકે છે જાણીતું

સર્વે મુજબ હાલ માધાપર ગામની તમામ બેન્ક્સ અને પોસ્ટની ડિપોઝિટ મળી 5000 કરોડની થાપણો ધરાવે છે. આટલી બધી માતબર ડિપોઝિટના કારણે આ ગામ ભારતમાં જ નહિં પરંતુ સમગ્ર એશિયામાં સૌથી સમૃદ્ધ ગામ તરીકે ઉપસી આવે છે.

માધાપર ગામના લગભગ પાંચેક હજારથી પણ વધુ લોકો વિદેશમાં

વ્યક્તિ દીઠ છે 12.50 લાખ રૂપિયાની ડીપોઝિટ

માધાપર ગામની વસ્તી 40 હજાર છે. આ રીતે દરેક વ્યક્તિએ ડિપોઝિટ લગભગ 12.50 લાખ રૂપિયા થાય છે. આ ગામની આટલી સમૃદ્ધી પાછળનું કારણ વિદેશમાં વસતા માધાપરવાસીઓ છે. માધાપર ગામના લગભગ પાંચેક હજારથી પણ વધુ લોકો વિદેશમાં વસવાટ કરે છે. જેમાં મુખ્યત્વે આફ્રિકાની કન્ટ્રીસ મેઇન છે.

છેલ્લા કેટલાક વર્ષોથી ગલ્ફ દેશો તરફ માધાપરવાસીઓએ રોજગાર માટે પગપેસારો કર્યો છે

મધ્ય આફ્રિકામાં છે માધાપર વાસીઓનો દબદબો

મધ્ય આફ્રિકામાં કન્ટ્રક્શન બિઝનેસમાં ગુજરાતીનો ભારે દબદબો છે, જેમાં માધાપરવાસીઓ પણ મોટા પ્રમાણમાં છે. ત્યાર બાદ, UK, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યુઝીલેન્ડમાં પણ મોટાભાગના લોકો વસવાટ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગલ્ફ દેશો તરફ માધાપરવાસીઓએ રોજગાર માટે પગપેસારો કર્યો છે. આ રીતે વિદેશોમાં કમાયને પોતાના વતનમાં મોટી સંખ્યામાં નાણું ડિપોઝિટ થતું હોવાથી આ ગામ એનઆરઆઇનું સૌથી વધારે પૈસાદાર ગામ છે.

ગામમાં એનઆરઆઈના પૈસા વધુ હોવાથી ગામ સમૃદ્ધ બન્યું છે

સ્થાનિકો અને એનઆરઆઇના છે નાણાં

માધાપર ગામની બેન્ક્સમાં સ્થાનિક લોકો અને એનઆરઆઇનાં નાણાં મળીને 5000 કરોડ રૂપિયા પડ્યા છે જેને કારણે આ ગામમાં આર્થિક સમૃદ્ધિ આવી છે અને ગામ સમૃદ્ધ બન્યું છે.

આ ગામમાં પાણી, સેનિટેશન, રોડ-રસ્તા વગેરે સુવિધા છે

ગામમાં ચારેબાજુ છે બંગ્લોઝ

માધાપર ગામમાં આર્થિક સમૃદ્ધિને કારણે માટેભાગે ચારેબાજુ બંગ્લોઝ જ જોવા મળે છે. આ ગામમાં પાણી, સેનિટેશન, રોડ-રસ્તા વગેરે સુવિધા છે. ગામના બાળકોના અભ્યાસ અને સારા ભવિષ્ય અર્થે સરકારી શાળા સાથે પ્રાઇવેટ શાળા પણ છે.

માધાપર ગામની વસ્તી 40 હજાર છે અને દરેક વ્યક્તિએ ડિપોઝિટ લગભગ 12.50 લાખ રૂપિયા થાય છે

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

પ્રેરણાત્મક સ્ટોરી