શિવસેનાએ હવે શરમ નેવે મુકી: નેવીના પૂર્વ અધિકારી સાથે મારઝુડ કરતાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ લાલઘુમ

મુંબઈના સમતા નગરમાં નેવીના પૂર્વ અધિકારી મદન શર્મા સાથે શિવસેનાના કાર્યકરો દ્વારા કરવામાં આવેલી મારપીટને લઈને વિવાદ સતત વધી રહ્યો છે. એક તરફ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાને લઈને ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા છે ત્યારે બીજી બાજુ કેન્દ્રીય રક્ષામંત્રીએ પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે મદન શર્મા સાથે ફોન પર વાતચીત કરી હતી. રાજનાથ સિંહે મદન શર્માના ખબર અંતર પુછ્યા હતાં. રાજનાથ સિંહે કહ્યું હતું કે, નિવૃત્ત સૈનિકો સાથે આ પ્રકારના હુમલા કોઈ પણ ભોગે સાંખી લેવામાં નહીં આવે. ઉદ્ધવ ઠાકરેનું કાર્ટૂન શેર કરવાને લઈને મદન શર્માને માર મારવામાં આવ્યો હતો.

મુંબઈના કાંદિવલી ઈસ્ટમાં ગઈ કાલે શુક્રવારે નિવૃત્ત નેવી ઓફિસર મદન શર્મા સાથે કેટલાક શિવસૈનિકોએ બહેરહેમીપૂર્વક મારઝુડ કરી હતી. શર્માને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ મામલે આકરી કાર્યવાહી કરવાના બદલે અટકાયતમાં લેવામાં આવેલા6 શિવસૈનિકોને 12 કલાકમાં જ છોડી દેવામાં આવ્યા હતા. જેને લઈને લોકોમાં ભારે રોષ છે.

આ મામલો હવે છેક દિલ્હી પહોંચ્યો છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભૂતપુર્વ નેવી ઓફિસર પર થયેલા હુમલાની ટીકા કરી છે. તેમણે ટ્વિટ કરી કહ્યું છે કે, મુંબઈમાં ગુંડાઓ દ્વારા કરેલા હુમલાનો ભોગ બનેલા નિવૃત અધિકારી સાથે વાત કરી તેમના ખબર અંતર પૂછ્યા. તેઓ જલ્દી સ્વસ્થ્ય થાય તેવી હું પ્રાર્થના કરું છું. ભૂતપુર્વ સૈનિકો પર આ પ્રકારના હુમલા સહન કરી શકાય નહીં.

આરોપીઓને જામીન મળ્યા બાદ શર્માના પરિવારે આ અંગે અનેક પ્રશ્નો કર્યાં છે. શર્માની દિકરી શીલા શર્માએ મહારાષ્ટ્ર સરકારની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું કે અહીં માનવતા નામની કોઈ વસ્તુ જ રહી નથી. દોષિતો પર હત્યાનો કેસ દાખલ થવો જોઈએ. અહીં રાષ્ટ્રપતિ શાસન લાગવું જોઈએ.

શીલાએ કહ્યું હતું કે, હું આ ઘટનાથી ખૂબ જ દુખી છું. આ દોષિતોને આકરી સજા મળવી જોઈએ, અન્યથા તેઓ ફરી વખત આ પ્રકારના ગુનાહિત કૃત્યો કરી શકે છે. ફોન પર ધમકી આપ્યા બાદ શિવસૈનિકો તેમના ઘરે આવ્યા હતા. શિવસૈનિકોએ તેના પિતા સાથે વાત કરવાના બહાને નીચે બોલાવ્યા અને મારઝૂડ કરી હતી. શીલાએ કહ્યું હતું કે, શિવસેના સત્તાનો દુરુપયોગ કરી રહી છે.

દરમિયાન 65 વર્ષના ભૂતપુર્વ નેવી અધિકારીએ કહ્યું હતું કે, માર માર્યાની ઘટનાના 45 મિનિટ બાદ ઉપરથી પોલીસ મારી જ ધરપકડ કરવા પહોંચી હતી. તેમણે કહ્યું હતું કે, મે સંપૂર્ણ જીવન દેશ માટે કામ કર્યું છે. આ પ્રકારની સરકારનું કોઈ અસ્તિત્વ ન હોવું જોઈએ.

પોલીસે જ આપી દીધા જામીન

દોષિત તુરંત જ જામીન મળે તેવી કલમો પોલીસ દ્વારા લગાવવામાં આવી હતી. માટે પોલિસ સ્ટેશનમાંથી જ તેમને જામીન આપી દેવામાં આવ્યા હતાં. તેમા શિવસેનાના શાખા પ્રમુખ કમલેશ કદમ અને પદાધિકારી સંજય માંજરેનો પણ સમાવેશ થાય છે. શર્માની ફરિયાદને આધારે સમતા નગર પોલીસ સ્ટેશનમાં છ વ્યક્તિના તથા બે અજ્ઞાત વ્યક્તિ પર FIR નોંધવામાં આવી છે.

અમારા પરિવારને જીવનું જોખમ

મદન શર્માના દિકરા સની શર્માએ કહ્યું હતું કે, તેમનો જન્મ મુંબઈમાં જ થયો છે અને અહીં જ તેમણે જીવન વિતાવ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે ઉત્તર ભારતીય હોવાને લીધે તેમના પિતા સાથે મારઝૂડ કરવામાં આવી છે. શિવસૈનિકોએ તેમની ઉંમરની પણ શરમ ન કરી. હવે સતત ડર લાગી રહ્યો છે કે તેમના પરિવાર સાથે આવી ઘટના બની શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો