શરીરમાં ઓક્સિજનની ઉણપ થવાના લક્ષણ અને કારણ શું હોય છે? એ જાણવા છે જરૂરી, કારણકે એ જીવલેણ સાબિત થઇ શકે છે

શરીરમાં ઓક્સિજનની ઉણપ થવી એ ઘણા રોગોનું કારણ બને છે. ઓક્સિજનનું સ્તર ઓછું થવા પર સૌથી જલદી અને સૌથી ખરાબ અસર આપણી રોગ પ્રતિકારક શક્તિ પર અસર પડે છે. આ સ્થિતિમાં કોઇપણ વાયરસ અને બેક્ટેરિયા આપણા શરીર પર હાવી થઇ શકે છે. શરીરમાં ઓક્સિજનની ઉણપ થવાના લક્ષણ અને કારણ શું હોય છે.

શરીરમાં ઓક્સિજનની ઉણપના લક્ષણ

– શરીરમાં ઓક્સીજનની ઉણપ થવાનો અર્થ છે કે શરીરને તેની નિયમિત ક્રિયાઓને યોગ્ય રીતે ચલાવવા માટે જેટલા પ્રમાણમાં ઓક્સિજન જોઇએ એટલા પ્રમાણમાં ઓક્સિજન ન મળી શકવું.

– જ્યારે શરીરમાં ઓક્સિજનની ઉણપ હોય છે તો સૌથી પહેલા વ્યક્તિને થાકનો અનુભવ થાય છે, શ્વાસ લેવામાં સમસ્યા થવા લાગે છે કે શ્વાસ ચઢવા લાગે છે તે બાદ શરીરમાં લોહીના પ્રવાહની ગતિ ધીમી થઇ જાય છે. તેનાથી થાક અને ગભરામણ વધી જાય છે.

થઇ શકે છે આ બીમારીઓ

– જો શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે ઓછું થઇ જાય તો બ્રેન ડેમેજ અને હાર્ટ એટેક સુધીની સ્થિતિ બની જાય છે. શુગરના દર્દીઓમાં આ ઓક્સિજનની ઉણપ થઇ જાય તો તેમની શુગર અચાનક વધી શકે છે. જે એક જીવલેણ સ્થિતિ પણ બની શકે છે.

– ઓક્સિજનનું સ્તર અચાનકથી વધારે ઘટી થવા પર શરીરમાં થાઇરોઇડના હોર્મોનનું સંતુલન ગડબડ થઇ જાય છે. આવી સ્થિતિમાં થાઇરોઇડનું સ્તર વધી જાય છે કે પછી ઘટી જાય છે. તેનાથી Hypothyroidism અને Hyperthyroidism ની સમસ્યા થઇ શકે છે.

શરીરમાં ઓક્સિજનના અભાવના કારણ

શરીરમાં ઓક્સિજનના અભાવના ઘણા કારણો છે, જે વ્યક્તિની લાઇફસ્ટાઇલ પર આધારિત છે. જે લોકો ખૂબ આળસુ જીવનશૈલી જીવે છે એટલે કે શારીરિક પ્રવૃત્તિ થતી નથી, તેમના શરીરમાં પણ ઓક્સિજનનો અભાવ છે.

– જે લોકો ઘણી બધી શારિરીક મહેનત કરે છે પરંતુ તે મુજબ આહાર લેતા નથી, તેમના શરીરમાં ઓક્સિજનનો અભાવ હોઈ શકે છે.

– જો લોકોના ખોરાકમાં આયર્નનું પ્રમાણ ઓછું હોય, જો તેઓ લાંબા સમય સુધી સમાન ખોરાક લેવાનું ચાલુ રાખે છે, તો પછી તેમના શરીરમાં ઓક્સિજનનો અભાવ હોઈ શકે છે. કારણ કે ફેફસાં સહિત આખા શરીરમાં ઓક્સિજનના પ્રવાહમાં આયર્નની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો