વેરાવળમાં પતિને છોડી પ્રેમી સાથે લગ્ન કરવા નીકળેલી મહિલાને પ્રેમી હોટલમાં એકલી મૂકીને જતો રહ્યો, મહિલાએ 181માં રડતાં રડતાં ફોન કરી કહ્યું- ‘મારે મારા પતિ અને બાળકો પાસે જવું છે’

વેરાવળમાં યુવાન મહિલાએ પતિ છોડીને પ્રેમી સાથે લગ્ન કરવાનું મન બનાવ્યું હતું, જોકે પ્રેમી તેની પ્રેમિકાને હોટલમાં છોડી ચાલ્યો ગયો અને પછી મહિલાને તેનો પતિ અને બાળકો યાદ આવ્યાં અને તેણે ફરીથી પતિ પાસે જવા માગ કરી, અભયમ ટીમની મદદથી પતિએ પત્નીની ભૂલ માફ કરી અને ફરી તેને ઘરમાં સ્થાન આપ્યું.

વેરાવળની મહિલાએ 181 અભયમ ટીમને વેરાવળ તાલુકાની એક હોટલમાંથી ગભરાયેલા અવાજમાં ફોન કરી જણાવ્યું કે મારો પ્રેમી મને લગ્નની લાલચ આપી હોટલમાં મૂકીને જતો રહ્યો છે. મને નીકળવાની ના પાડી છે. તેથી તમે લોકો અહીં આવી મને અહીંથી લઇ જાઓ.

મારા પ્રેમીએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો

મહિલાનો ફોન આવતાં 181 ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલાની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે મારા પ્રેમીએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેણે મારા પૈસા માટે લગ્નની લાલચ આપી તેમજ મારા પતિથી મારા બાળકથી અલગ કરી અહીં લઇ આવ્યો હતો. જ્યારે મારી બેગમાથી પૈસા અને દાગીના લઇ લગ્ન કરવાને બદલે મને અહીં એકલી મૂકી ગાયબ થઇ ગયો છે.

પતિએ મોટું મન રાખીને પત્નીને માફ કરી

મહિલાની બેગમાંથી પૈસા અને દાગીના લઇને પ્રેમી ગાયબ થઇ જતાં મહિલાને પોતાની ભૂલ સમજાઈ અને પતિને આ લાલચુ માણસ માટે મૂકી દીધાનો અફસોસ થયો. મહિલાએ 181ની ટીમને જણાવ્યું કે મારે મારા પતિ અને બાળક પાસે જવું છે; તમે મારા પતિને સમજાવો. 81 અભયમ ટીમ મહિલાને પોલીસ સ્ટેશને લઇ જઇ ત્યાં તેના પતિને બોલાવીને સમજાવી માણસ માત્ર ભૂલને પાત્ર હોય તેમજ મહિલાની ઉંમર હજુ નાની છે, તેથી સમજણશક્તિના અભાવે ભ્રમિત થઇ હોવાનું જણાવી માફ કરવા કહ્યું હતું, જ્યારે પતિએ પણ મોટું મન રાખીને પત્નીને માફ કરી દીધી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો