શહેરના પોશ વિસ્તારમાં વિધર્મી પાત્ર સાથે લગ્ન બાદ યુવતી સાથે હળાહળ વિશ્વાસઘાતનો કિસ્સો સામે આવ્યો છે. વસ્ત્રાપુરની યુવતી વિધર્મી એવા મોઈનુદ્દીન કુરેશી નામના યુવકના પ્રેમમાં પડી અને લગ્નના થોડા સમય બાદ જ યુવકે ધર્મ બાબતે તેને પરેશાન કરવાનું શરૂ કરી દીધું. યુવતીનો ધર્મ પોતાના ધર્મથી અલગ છે તેમ કહી પોતાનો ધર્મ ઘરમાં નહિ પાળવા દબાણ કરતો હતો. લગ્ન બાદ થયેલા બાળકને પોતાના ધર્મમાં જોડવા દબાણ કરતા યુવતીએ આખરે પોલીસની મદદ લીધી છે. પીડિત યુવતી હાલ તેના સાત માસના દીકરા સાથે પોતાનાં પિતાના ઘરે છે. જ્યારે યુવતીએ કમાયેલા લાખો રૂપિયા મોઈનુદ્દીને પોતાના મોજ શોખમાં ઉડાવી દીધા છે. માત્ર એટલું જ નહીં, યુવકે યુવતીનું ખોવાયેલું ક્રેડિટ કાર્ડ પિયરવાળા લઈ ગયા હોવાનો આરોપ પણ મુક્યો હતો.
કોર્ટ મેરેજ સમયે બન્ને પોત પોતાનો ધર્મ નિભાવશે એવી એફિડેવિટ પણ કરી
શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા મોલમાં એક સ્વરૂપવાન યુવતી નોકરી કરતી હતી. મોલમાં જ નોકરી કરતા મોઈનુદ્દીનની મીઠી મીઠી અને તેની લોભામણી વાતોમાં આવી સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ 2017માં કોર્ટ મેરેજ કર્યાં હતા. તેમજ બન્ને પોત પોતાનો ધર્મ નિભાવશે એવી એફિડેવિટ પણ કરી.
યુવતીની કમાણીના કુલ રૂ.6.50 લાખ મોજશોખ પાછળ ઉડાવ્યા
પ્રેમ પ્રકરણ દરમિયાન યુવક યુવક યુવતીને તેનો ધર્મ પાળી શકે છે તેવી વાત કરતો હતો. પરંતુ લગ્ન થયાના દોઢેક વર્ષ બાદ યુવક કાચીંડાની માફક રંગો બદલવા લાગ્યો હતો. લગ્નના થોડા સમય બાદ યુવકે યુવતીને કહ્યું હતું કે તારે તારો ધર્મ પાળવો હોય તો તારા પિતાના ઘરે જઈને પાળવાનો. આ સમયે યુવતી ખુબ સારું કમાતી હતી. તેની પાસે અલગ અલગ બેંકના ક્રેડિટ કાર્ડ હતા. પત્નીની કમાણીથી પતિ અવારનવાર નવા ફોન લાવી થોડા દિવસમાં જ તોડી નાખતો હતો. આ યુવકે ધીરે ધીરે કરીને કુલ રૂપિયા 6.50 લાખ જેવી રકમ વાપરી નાંખી હતી.
તમારો ધર્મ કાફીરનો છે અને મારો ધર્મ શ્રેષ્ઠ છે કહી પરેશાન કરતો રહેતોઃ પીડિતા
બાળકના નામને લઇ યુવકે તેના ધર્મનું નામ રાખવા યુવતી પર દબાણ કર્યું
લગ્નજીવન દરમિયાન બંને એક બાળકના માતા-પિતા બન્યા. બાળકના નામને લઇ યુવકે તેના ધર્મનું નામ રાખવા યુવતી પર દબાણ કર્યું હતું. થોડા દિવસ બાદ યુવતીને આ બાળક તેના જ ધર્મનું હશે કહી પરેશાન કરતો હતો. સમગ્ર બાબતે ભોગ બનેલી યુવતીએ જણાવ્યું હતું કે તેના પતિએ ધર્મ બાબતે અને તેના આ ધર્મ મુજબ બાળકના ઉછેર બાબતે દબાણ કરતો હતો. પતિ અવાર નવાર કહેતો હતો કે તારા લીધે પરિવારને છોડી દીધો અને તમારો ધર્મ કાફીરનો છે અને મારો ધર્મ શ્રેષ્ઠ છે કહી પરેશાન કરતો રહેતો હતો.
તહેવારના બહાને પત્નીને પિયર મુકી આવ્યો
લોકડાઉન દરમિયાન યુવતીને નોકરી છોડાવી દીધી હતી અને પોતે પણ કંઈ કામ કરતો ન હતો. એક દિવસ બેકાર પતિએ પીડિતાને કહ્યું કે અત્યારે મારી પાસે પૈસા નથી. તારા પિતાની ઘરે જતી રહે. મારી પાસે પૈસા આવશે એટલે લઇ જઇશ. તે સમયે તો મને આ વાત બહુ ગંભીરતાથી સમજાઈ નહિં, પરતું એક દિવસ મારા પતિએ કહ્યું હાલ તહેવાર છે. જેથી તારા પિતાના ઘરે મૂકી જાઉં અને મને તથા મારા દીકરાને પિયર મૂકી જતો રહ્યો. તે આજ સુધીનો મને પાછો લેવા આવ્યો નથી. મારી સાથે જે થયું તેના માટે હવે હું ન્યાય માંગી રહી છું, જેના માટે મેં પોલીસને સમગ્ર વાત જણાવી છે.
પીડિતાના પરિવારે જાણ કરતા બજરંગદળ મદદે આવ્યું
આ પ્રકરણમાં વસ્ત્રાપુર પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજી તરફ આવા કિસ્સાને લઇ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના નેતાઓએ આવી બહેન-દીકરીને પડતી મુશ્કેલીઓને લઈ તેમની પાસે આવવા અથવા પોલીસ પાસે જવા અપીલ કરી છે. આ મામલે બજરંગદળના ઉત્તર ગુજરાત પ્રાંતના પ્રમુખ જ્વલિત મહેતાએ જણાવ્યું કે, આ કિસ્સો અન્ય કિસ્સા કરતા એટલે અલગ છે કે, આ દીકરી જ્યારે ઘર છોડીને જતી રહી હતી,ત્યારે અમે તેના પરિવારનો સંપર્ક કર્યો હતો. પરંતુ ત્યારે તેમના પરિવારની માનસિક સ્થિતિ સપોર્ટીવ નહોતી. પરંતુ હવે તેમના પરિવારે અમારો સંપર્ક કર્યો અને અમે તેની સાથે રહીને પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..