અમરેલીમાં લવજેહાદઃ નામ બદલી યુવતીને ફસાવી, છરીની અણીએ હેવાન સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો

રાજુલામાં લવજેહાદોની ઘટના હજુ તાજી જ છે ત્યાં અમરેલીમાં યાસીન નામના શખસે જીવો બનીને જન્માષ્ટમીના મેળામાંથી યુુવતીને ફસાવ્યા બાદ છરીની અણીએ વારંવાર બળાત્કાર ગુજારતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જિલ્લામાં ચાર દિવસમાં આ ચોથી બળાત્કારની ઘટના બની છે.

આ અંગે ભોગ બનેલી યુવતીએ અમરેલી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ અમરેલીમાં ઓગષ્ટ મહિનામાં જન્માષ્ટમીનો લોકમેળો હતો ત્યારે બહારપરાના ડુબાણીયાપરામાં રહેતા યાસીન અબ્દુલ સેલોત નામના શખસે પોતે જીવો બનીને એક ર૮ વર્ષીય યુવતીને ફસાવી હતી. બાદમાં યુવતી કબજે ન થતાં આ શખસે પોતાનું પોત પ્રકાશ્યું હતું અને યુવતીને કાબૂમાં કરવા માટે છરીની અણીએ વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. છેલ્લા પાંચેક મહિનાથી આ ખેલ ચાલતો હતો. આ કામમાં અમરેલીમાં રહેતા સલીમ ઈબ્રાહીમ રાઠોડ નામના શખસે પણ મદદ કરી હતી અને આ સલીમે પણ પોતાનું નામ છન્નો રાખ્યું હતું અને અસલી નામ કે ધર્મ સાબિત ન થાય તેવો પ્રયત્ન કર્યો હતો.

બે દિવસ પહેલા જ લવજેહાદમાં નામ બદલીને શખસે યુવતીને ફસાવીને બળાત્કારની ઘટના અંગે ફરિયાદ નોંધાઈ છે તેની શાહી પણ સુકાઈ નથી ત્યાં અમરેલીમાં આવી જ લવજેહાદની ઘટના બહાર આવતા લોકોમાં ભારે રોષની લાગણી પ્રસરી છે. આ સાથે જિલ્લામાં છેલ્લા ચાર દિવસમાં બળાત્કારની ચાર ઘટના બહાર આવી છે.

યાસીન આચરતો સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

આ ઘટના અંગે ભોગ બનેલી યુવતીએ પોલીસ સમક્ષ આપવીતી વર્ણવતા જણાવ્યું કે, આરોપી યાસીન સેલોત જીવો બનીને બળજબરીથી યુવતી ઉપર બળાત્કાર જ નહોતો ગુજારતો પણ વિકૃત માનસિકતા ધરાવતા આ નરાધમને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાનો પણ શોખ હતો અને વારંવાર એ યુવતીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા માટે મજબૂર કરતો હતો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો