લોકડાઉનને કારણે અનેક લોકોને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. એવામાં પરિવારનું ગુજરાન ચલાવવું કઠિન થઈ પડ્યું છે. આર્થિક સંકળાશ દૂર કરવા માટે લોકો અનેક વિકલ્પોને અજમાવી રહ્યા છે. તો કોઈ કામ-ધંધાની શોધમાં છે. પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે, એક લૂમ્સ કારખાનેદાર લીંબુ વેચવા માટે મજબૂર થયા છે. સરથાણા વિસ્તારના ધનશ્યામ જસાણી મૂળ સૌરાષ્ટ્રના રહેવાસી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પણ વર્ષોથી સુરત એમની કર્મભૂમિ રહી છે. ડાયમંડનગરમાં એમનું લૂમ્સનું કારખાનું છે. કોરોના વાયરસના લોકડાઉન બાદ સુરતમાંથી પરપ્રાંતિક શ્રમિકોએ વતન તરફની વાટ પકડતા ઉત્પાદનને મોટો ફટકો પડ્યો છે. ઘનશ્યામના કારખાનામાંથી પણ શ્રમિકો પોતાના વતનમાં જતા રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, શ્રમિકો પોતાના વતનમાંથી પરત ન આવતા કારખાનું ફરી શરૂ થઈ શક્યું નથી. એવામાં પરિવારનું ગુજરાન ચલાવવું કઠિન થઈ પડ્યું છે. તેથી તે છેલ્લા એક મહિનાથી લીંબું વેચી રહ્યા છે. તેઓ પોતાના દીકરા હર્ષિલ સાથે પુણા BRTS રૂટ સહિત અલગ અલગ વિસ્તારમાં દરરોજ પોતાની કારમાં લીંબુનો જથ્થો ભરીને વેચવા માટે નીકળે છે.
આ લીંબુના વેચાણથી જે કંઈ કમાણી થાય છે એનાથી એમનું ગુજરાન ચાલે છે. આ પહેલા રાજકોટની એક ખાનગી શાળામાં પ્રિન્સિપાલે આર્થિક કટોકટીમાંથી સદ્ધર થવા માટે શાકભાજી વેચવાનું શરૂ કર્યું હતું. આ માટે તેમણે પોતાના મિત્ર પાસેથી ટ્રેનિંગ પણ લીધી હતી. અનિલભાઈ ભટ્ટ નામના આ વ્યક્તિ છેલ્લા 25 વર્ષથી એજ્યુકેશન સેક્ટર સાથે જોડાયેલા છે. પણ સ્કૂલ બંધ થતા આવક પણ બંધ થઈ ગઈ હતી. તેથી શહેરના જુદા જુદા વિસ્તારમાં તેઓ શાકભાજી વેચી રહ્યા છે. છેલ્લા વીસ દિવસથી તેઓ આ કામ કરે છે. તેમણે કહ્યું હતું કે, શાકભાજી વેચતા દરરોજના રૂ.3 હજાર જેટલો વકરો થાય છે. પણ શાકભાજી લેવા માટે વહેલી સવારે 4 વાગ્યે ઊઠવું પડે છે. તે કહે છે કે, પૈસા કમાવવા માટે કોઈ કામ નાનું કે મોટું નથી હોતું. ઘરે ટ્યુશન માટે પણ તેમણે કેટલાક વાલીઓનો સંપર્ક કર્યો પણ તેમણે સ્પષ્ટ ના પાડી દેતા આવક બંધ થઈ હતી. લોકડાઉનને કારણે અનેક ધંધા-વ્યાપાર પડી ભાંગ્યા છે. જેના કારણે એક આખા વર્ગને માઠી અસર થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..