નિસર્ગ વાવાઝોડાનું સંકટ ગુજરાત પરથી ટળ્યું છે પરંતુ તેની અસર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી રહી છે. ભાવનગર અને અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ભાવનગરના પાલિતાણામાં નાળિયેરના વૃક્ષ પર વીજળી પડી હોવાની ઘટના કેમેરામાં કેદ થઇ છે.
પાલિતાણામાં એક વૃક્ષ પર વીજળી પડી હતી.પાલિતાણા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આજે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ભીમ અગિયારસના દિવસે વરસાદ થતાં ખેડૂતો તેને શુભ માની રહ્યા છે. પાલિતાણામાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે હાઉસિંગ બોર્ડ વસાહતમાં રહેતા રાણીંગા મુકેશભાઈ અરવિંદભાઇના મકાનના ફળીયામાં રહેલ નાળિયરના વૃક્ષ પર વિજળી પડી હતી. જે તેમની સામે રહેતા વ્યક્તિએ આ દ્રશ્યને કેમેરામાં કેદ કરી લીધું હતું. જો કે વીજળી પડવાના કારણે મકાનને નુકસાન થયું નથી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
અરબી સમુદ્ર (Arabian Sea)માં ઊભું થયેલું ડીપ ડિપ્રેશન હવે વાવાઝોડા (Cyclone)માં પરિવર્તિત થઈ ગયું છે. બીજી તરફ કેરળમાં ચોમાસું (Monsoon) બેસી ગયા બાદ હવે ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટ (Pre-Monsoon Activity in Gujarat) પણ શરૂ થઈ ગઈ છે. એક સાથે બે સિસ્ટમ સક્રિય હોવાથી હાલ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી ઝાપટાં તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગ તરફથી આજે (બીજી જૂન) થન્ડરસ્ટોમની અસરને પગલે અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં વીજળીના કડાકા અને ભડાકા સાથે જોરદાર ઝાપટાં કે પછી ક્યાંક ધોધમાર વરસાદ પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..