તમાકુની લત છોડવા માટે અપનાઓ આ નાની-નાની ટિપ્સ

તમાકુ એક એવું ઝેર છે જેને કોઇ પણ સ્વરૂપે શરીરમાં દાખલ કરો એ શરીરને નુકસાન કર્યા વગર નહીં રહે. તમાકુને ચાવો તો મોઢા અને ગળામાં, સુંઘો તો નાકમાં અને ફૂંકો તો ફેફસાંમાં ચેપથી માંડીને કેન્સર સુધીના અનેક રોગો ઉદભવે છે. સાથે જ આવા વ્યસનને કારણે ફેફસાંનું કેન્સર, શ્વાસનળીનું કેન્સર, અન્નનળીનું કેન્સર, મોં-ગળાનું કેન્સર, જીભનું કેન્સર, ગર્ભદ્વારનું કેન્સર, થાઈરોઈડ કેન્સર પણ થઈ શકે છે. જેથી આજે અમે તમને તમાકુની લત છોડાવવા માટે કેટલીક અગત્યની ટિપ્સ જણાવીશું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

-તમાકુ છોડવાની તારીખ નકકી કરો. જયારે ખૂબ ટેન્શન ન હોય અને છતાં કામમાં ગુંથાયેલા હો એવો કોઇક દિવસ અગાઉથી નકકી કરી એ દિવસને વળગી રહો. એ દિવસે તમાકુનો સદંતર ત્યાગ કરવાનું નકકી રાખો-મનને એ રીતે તૈયાર કરો.

-પુષ્કળ પાણી પીઓ. તમાકુની તલપ લાગે ત્યારે પાણી પીઓ. જરૂર પડે તો ડોકટરની સલાહથી નિકોટીન-યુકત દવા કે પેચનો ઉપયોગ કરો.

-થોડુંક માથું દુ:ખે કે ગળું બળે તો ખુશ થાઓ. એ દર્શાવે છે કે તમારું શરીર તમાકુની જીવલેણ પકડમાંથી છૂટી રહ્યું છે. તમાકુ છોડીને તમારો જીવ બચાવવાના લાભની સામે સામાન્ય માથું દુ:ખે કે હાથપગ દુ:ખે તો એ કંઇ મોટી વાત નથી. એક-બે અઠવાડિયામાં બધી જ શારીરિક તકલીફ નાબૂદ થઇ જશે અને તમારું શરીર તમાકુની જાળમાંથી છૂટી જશે.

તમાકુથી થતાં ગંભીર રોગોથી બચવા અને આ લત છોડાવ અપનાઓ આ ટિપ્સ

-કસરત કરો. ચાલવું-દોડવું, સાયકલ ચલાવવી, દોરડાં કૂદવાં જે ઇચ્છા પડે તે પ્રવૃત્તિ કરો. જેટલી વધુ કસરતો કરશો એટલી વધુ કરવાનું મન થશે અને તમે સ્વસ્થ રહેશો.

-હકારાત્મક વિચાર કરો. નિયમિત યોગાસન-ધ્યાન કરો. રૂટીન કામકાજમાં કંઇક બદલાવ લાવો. દિવસની પહેલી બીડી-સિગરેટ કે ગુટખા જેની સાથે સંકળાયેલ હોય એ વસ્તુને રૂટીનમાં આગળ પાછળ કરી દો. કોફી-દારૂ પીનારાને જલદી બીડી-સિગરેટ યાદ આવે છે. માટે આ બંને વ્યસન પણ ઘટાડી દો.

-એક બીડી-સિગરેટ પણ ઘણી વધારે છે એ ભૂલશો નહીં. લાલચને કાબૂમાં રાખો.

-બીડી-સિગરેટ પીવાના સમયે કંઇક ખાવાનું મન થાય તો ફળો ખાઓ. ફળો ખાવાથી સ્વાદ ગમશે અને વજન પણ નહિં વધે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો