ST બસમાંથી 100થી વધુ તલવારો સહિતનો હથિયારોનો મોટો જથ્થો ઝડપાતા ખળભળાટ!

શું વાત માનવામાં આવે કે એસ.ટી બસમાં 100 જેટલી તલવાર મળે. પણ વાત સાચી છે કે, પોલીસને ચોક્કસ બાતમી મળતા પોલીસે વહેલી સવારે માંગરોળ બસ સ્ટેશનમાં વોચ ગોઠવી હતી જેમાં બે મોટા કોથળામાં સમાન ચેક કરતા ૧૦૦ જેટલી તલવારોનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે આ જથ્થા સાથે પાંચ વ્યક્તિની ધરપકડ કરી છે. જેમાં શોએબ હાસમભાઈ છાપરા, ઈમ્તિયાઝ હસનભાઈ બુમડીયા, કાદર આદમભાઈ ગિરનારી, યાકુબ હસનભાઈ બુમડીયા અને હસન અબ્દુલ વાજાને ઘાતક હથિયારો સાથે ઝડપી લીધા હતા શરૂઆતમાં પકડાયેલા ઇસમોએ કોથળામાં કટલેરીનો સામન છે અને બીલ પણ કટલરીનું રજુ કર્યું હતું, પણ પોલીસને શંકા જતા કોથળા ખોલતા ૧૦૦ જેટલી તલવારો મળી આવી હતી.

ઘાતક હથિયારોનો જથ્થો કરછના અંજારમાંથી ઈરફાન પાસેથી મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે. માત્ર આ તલવારો વેચવા માટે લાવ્યા હતા તેવું હાલ આરોપીઓ જણાવી રહ્યા છે. એમના જણવ્યા મુજબ અમને એક હજાર રૂપિયામાં તલવાર મળતી હતી. જે પંદરસોમાં વેચતા હોવાની કબૂલાત કરી છે, કોર્ટે નવ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

જુનાગઢ જિલાના અતિ સંવેદનશીલ ગણાતા માંગરોળમાં આવડો મોટો હથીયારોનો જથ્થો જડ્પાતા ખળભળાટ મચી ગયો છે ત્યારે પોલીસની સતર્કતાથી હથિયારનો જખીરો ઝડપાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો