નાગરિકતા સંશોધન કાયદો લાગુ થયા બાદ 19 ડિસેમ્બરે લખનઉમાં થયેલા પ્રદર્શનમાં સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડનારા 57 લોકોની તસવીર, તેમના નામ અને સરનામા સહિત તંત્રે જાહેર કરી દીધી છે. ગુરુવાર રાતે આ હોર્ડિંગ એવા વિસ્તારમાં લગાવાયા છે, જ્યાં તોડફોડ કરાઈ હતી. ડીએમ અભિષેક પ્રકાશે કહ્યું કે, જો નક્કી કરેલા સમયે આ લોકોએ દંડ ન ભર્યો તો તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. તંત્રએ હસનગંજ, હજરતગંજ, કેસરબાગ અને ઠાકુરગંજ વિસ્તારમાં 57 લોકો પાસેથી 88,62,537 રૂપિયાની વસુલવામાં આવશે તેવી વાત કરી હતી.
150થી વધારે લોકોને નોટિસ આપવામાં આવી
19 ડિસેમ્બરે જુમ્માની નમાઝ બાદ લખનઉના ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિંસા ફેલાઈ હતી. જેમાં ઠાકુરગંજ, હજરતગંજ, કેસરબાગ અને હસનગંજનું નામ સામેલ છે. તોડફોડ કરનારા વિસ્તારમાં ખાનગી વાહનોમાં આગ ચાંપી દેવાઈ હતી. રાજ્ય સરકારે તેની ચુકવણી ઉપદ્રવીઓ પાસેથી કરાવવાની વાત કહી હતી. ત્યારબાદ પોલીસે ફોટો-વીડિયોના આધારે 150થી વધારે લોકોને નોટિસ આપી હતી. જેમાં તપાસ બાદ મળેલા પુરાવાઓના આધારે તંત્રએ 57 લોકોને સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવા માટે દોષિત ઠેરવ્યા છે.
આનાથી અનય લોકોને શીખ મળશેઃ ડીએમ
ડીએમ અભિષેક પ્રકાશે કહ્યું કે, ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કરોડ 88 લાખ 62 હજાર 537 રૂપિયાની વસુલાતના ત્રણ આદેશ પણ જાહેર કરાઈ ચુક્યા છે. પોલીસ દ્વારા પુરાવા ઉપલબ્ધ કરાવ્યા બાદ અન્ય લોકો પાસેથી પણ વસુલાત કરવામાં આવશે. તમામને નોટિસ જાહેર થવાની તારીખ પહેલા 30 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જો નક્કી કરાયેલા સમય સુધી રકમ જમા કરાવવામાં ન આવી તો સંપત્તિ જપ્ત કરવામાં આવશે. આનાથી અન્ય લોકોને પણ શીખ મળશે કે કોઈની વાતોમાં આવીને આવું ન કરવું જોઈએ. ન કોઈની સંપત્તિને નુકસાન પહોંચાડવું જોઈએ, નહીં તો તેમનો ફોટો પણ જાહેર કરી દેવાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..