કચ્છમાં ભાજપના યુવા નેતા અને પૂર્વ ધારાસભ્યની ભત્રીજી હોટેલમાંથી રંગેહાથ ઝડપાયા, પ્રેમ પ્રકરણનો ભાંડો ફુટતા જોરદાર માર પડ્યો

કચ્છના ભાજપના એક પૂર્વ ધારાસભ્યની ભત્રીજી અને ભાજપના રંગીન મિજાજી યુવા નેતા વચ્ચે પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટયો છે, ઈશ્ક મિજાજી યુવા નેતા હોટેલ પર રંગેહાથે ઝડપાઈ જતાં પૂર્વ ધારાસભ્યના પરિવારજનોએ ભાજપના આ યુવા નેતાને જોરદાર ફટકાર્યો છે. ભાજપના વિવાદાસ્પદ યુવા નેતાને મેથીપાક ચખાડવામાં આવ્યો હોવાની ઘટનાને પગલે રાજકીય વર્તુળોમાં ચકચાર મચી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ભાજપના યુવા નેતા અને પરિણીત યુવતી વચ્ચે ઈલુ ઈલુ પ્રકરણ સામે આવ્યું છે, જેના લીધે એક જ દિવસમાં બે વખત યુવા નેતાની ધોલાઈ થઈ છે. લગભગ દોઢેક માસ પૂર્વેના બનાવમાં યુવા નેતા અને યુવતીને સ્ટેશન રોડ પરની એક હોટલમાં યુવતીના પરિવારજનોએ રેકી કરીને રંગેહાથે પકડી લીધા હતા, એ પછી બંધ રૂમમાં જ યુવા નેતાને ફટકારવામાં આવ્યો હતો, સમગ્ર મામલો યુવતીના માવતર પક્ષ સુધી પહોંચ્યો હતો, ભાજપના પૂર્વ ધારાસભ્યના પરિવારજનોએ એટલી હદે ધોલાઈ કરી હતી કે યુવા નેતાએ ચહેરા પરના પડેલા મારના નિશાન દુર ન થાય ત્યાં સુધી ઘરમાં છૂપાઈ રહ્યા હોવા સહિતની ચર્ચા છે.

કચ્છ ભાજપમાં અનૈતિક કાંડનો સિલસિલો સતત યથાવત્ રહે છે
કચ્છ ભાજપના નેતાઓ રાજ્ય અને રાષ્ટ્રિય સ્તર સુધી સમયાંતરે તેમની શરમજનક હરકતોના કારણે ચર્ચામાં આવતાં રહ્યા છે. જિલ્લાના નેતાઓના કારણે કચ્છની આગવી છાપ પણ ખરડાઈ રહી છે. નલિયા સેક્સ કાંડ, જયંતિ ભાનુશાળી હત્યાકાંડ, રાજ્યમંત્રીના ઓડિયો કાંડ બાદ હવે જિલ્લા ભાજપના નેતાનું ઈલું ઈલું કાંડ સપાટી પર આવ્યું છે. ભાજપના નેતાઓએ લાજ-શરમને નેવે મૂકી હોવા છતાં શિસ્તબધ્ધ કહેવાતી પાર્ટી દ્વારા નેતા-કાર્યકરો સામે કોઈ ધાક બેસાડતાં પગલાં લેવામાં ન આવતાં પરિસ્થિતિ બદતર બની છે.

પ્રકરણ પર પડદો પાડવા નેતાઓએ પણ પ્રયાસ કર્યો
શરમથી ઘરમાં પુરાયેલા યુવા નેતાએ પ્રદેશ અને રાષ્ટ્રિય સ્તરે તેના યુવા નેતાઓ સાથે સંબંધનો ઉપયોગ કરીને પ્રકરણ પર પડદો પડે તેવા પ્રયાસો હાથ ધર્યા છે. અલબત, પૂર્વ ધારાસભ્યે પણ ઉચ્ચકક્ષાએ સમગ્ર મામલો પહોંચાડીને યુવા નેતાને ‘કટ ટુ સાઈઝ’ કરવાની રજૂઆત કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો