ભાવનગર શહેરના કાળુભા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલમાં અન્ય દર્દીના નામે રેમડેસિવિર ઇન્જેક્શન મંગાવી બીજા દર્દીઓને આપી દેવામાં આવ્યા. જ્યારે ખરેખર જે દર્દીને ઇન્જેક્શનની જરૂર પડી તેને ઇન્જેક્શન ના મળતાં તેનું મોત થયું હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવી દીધો હતો. સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ત્યારે શું કોરોનામાં કૌભાંડની આ નવી રીત છે?
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ભાવનગર શહેરના કાળુભા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે ચંદ્રકાંત શાહ નામના દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા. તેમના સગા સંબંધી પાસેથી હોસ્પિટલના પ્રકાશભાઈ નામના ડૉક્ટરે આધારકાર્ડ લીધા હતા. બાદમાં દર્દીના નામે ભાવનગરની ભીમ્સ હોસ્પિટલમાંથી રેમડેસિવિર નામના છ ઇન્જેક્શનો મંગાવ્યા જે કોરોનાની સારવારમાં કન્ડિશનમાં દર્દીને આપવામાં આવે છે. આ છ જેટલા ઇન્જેક્શન મેળવી અને અન્ય દર્દીને આપી દેવામાં આવ્યા છે.
જ્યારે ચંદ્રકાંતભાઈ શાહની બીજા દિવસે તબિયત લથડતા તેમને ઇન્જેક્શનની જરૂર પડતાં તેમના સગા સંબંધીઓ દ્વારા આધારકાર્ડ લઈને ઇન્જેક્શન લેવા જતાં તેમને જાણ થઈ કે તેમના નામે ઇન્જેક્શન ક્રિષ્ના હોસ્પિટલમાં લઈ જવાયા છે. આ દરમિયાન દર્દીનું અવસાન થતાં પરિવારજનોએ હોસ્પિટલના ડૉક્ટરો પર આક્ષેપ કર્યો હતો કે હોસ્પિટલ દ્વારા તેમના નામે ઇન્જેક્શન લઇ અન્ય દર્દીઓને ઉંચા ભાવે વેચી દીધા છે. જ્યારે ખરેખર તેમને ઇન્જેક્શન જરૂર પડી ત્યારે ઇન્જેક્શનના મળતાં તેમના અવસાન થયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..