એર ઈન્ડિયા વિમાનની દુર્ધટનામાં મથુરાના કો પાઈલટ અખિલેશ કુમાર ભારદ્વાજના પરિવાર પર આભ તુટી પડ્યું છે. પાયલટના પાર્થિવ દેહને રવિવારે મથુરા સ્થિત ગોવિંદ નગર લાવવામાં આવ્યા હતા. હૈયાફાળ રુદનની વચ્ચે અખિલેશના અંતિમ સંસ્કાર તેમના પૈતૃક ગામમાં કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અખિલેશની ગર્ભવતિ પત્ની મેઘા બેભાન થઈ ગઈ હતી. પરિવારે તેમને અખિલેશની ઘટના અંગે જણાવ્યું નહોતું. પતિના મૃતદેહને જોઈ તેને વિશ્વાસ આવી રહ્યો નહોતો કે હવે તેના પતિ આ દુનિયામાં નથી રહ્યા. તે લોકોને પુછતી રહી કે આ કોણ છે મેઘાના સવાલોથી દરેકના દિલ ચીરાઈ રહ્યા હતા. તેઓ દુઃખમાં વધારે ગરકાવ થઈ રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
મળતી માહિતી મુજબ શનિવારે રાતે જ્યારે અખિલેશના પાર્થિવ દેહને કોચીથી દિલ્હી લઈ જવામાં આવ્યો ત્યારે 200 પાયલટ અને ગ્રાઉન્ડ સ્ટાફના સભ્યો હવાઈ મથક પર એકત્રિત થઈ તેમને શ્રદ્ધાંજલી આપી હતી. આ બાદ મૃતદેહને રવિવારે સવારે માર્ગ દુર્ઘટનામાં મથુરા લાવવામાં આવ્યા હતા. તેના મૃતદેહને જોઈ પત્ની મેઘાએ માની જ શકી નહોતી તે પતિ તેમની વચ્ચે નથી રહ્યા. તે વારંવાર કહેતી રહી કે,‘આ અખિલેશ નથી. આ ન બની શકે. અખિલેશ નયતિ(હોસ્પિટલ)માં છે. જ્યાં અમારે બાળકના જન્મ માટે જવાનું છે.’
અખિલેશની પત્નીની 10 દિવસમાં ડિલીવરી છે જેથી પરિવારે તેને આ સમાચાર આપ્યા નહોતા. જો કે અખિલેશે તેને કહ્યું હતું તે ડિલીવરીના સમેય આવી જશે. તેમના જીજા વિજયે જણાવ્યું કે અખિલેશે રક્ષાબંધન પર વીડિયો કોલ પર પત્ની સાથે વાત કરી હતી અને વાયદો કર્યો હતો કે તે આવશે. પરંતુ હોનીને એ મંજૂર નહોતું.
અંતિમ સંસ્કારમાં એર ઈન્ડિયાના અધિકારીઓ હાજર રહ્યા પણ સ્થાનીક મંત્રીઓ અને જિલ્લા વહીવટીની ગેરહાજરી ખલે તેવી હતી. અખિલેશના પિતાએ રડતા રડતા કહ્યું કે કેમની પુત્રવધૂ ગર્ભવતી છે. દિકરાની ચિતા ઠંડી થતા પહેલા તેને નોકરી મળે જેથી તે બાળકનું ભરણ પોષણ કરી શકે. તેમણે આશા વ્યક્ત કરી છે કે સરકાર તેમને મદદ કરશે. આ દરમિયાન જિલ્લા હોસ્પિટલની ટીમ મેઘાની તપાસ માટે આવી હતી. તેમણે કહ્યું તેની તબિયત તો સારી છે પણ કે હોશ ગુમાવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..