CRPFનો કોબરા કમાન્ડો અને ગુજરાતના લાલનો મૃતદેહ મધ્યપ્રદેશમાં રેલવે ટ્રેક પરથી મળ્યો અને સામાન મુંબઈ રેલવે સ્ટેશન પરથી મળ્યો

ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના કોડીનાર (Kodinar)માં રહેતા અને બિહાર રેજીમેન્ટ 5માં CRPFમાં કોબરા કમાન્ડો (Cobra CRPF Commando) તરીકે ફરજ બજાવતા અજીતસિંહ પરમાર (AjitSingh Parmar)નો મૃતહેદ મધ્યપ્રદેશ (Madhyapradesh)ના હાલોત રેલવે ટ્રેક પાસેથી મળી આવ્યો છે. આ ખબરથી આખા પંથકમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. દિવાળી (Diwali-2020)ના તહેવારો માટે રજા પર આવતા અજીતસિંહ છેલ્લા ત્રણ દિવસથી ગુમ હતા. આ અંગે તેમના પરિવારજન યશપાલસિંહ બારડે રેલવે મંત્રી પિયુષ ગોયલ (Piyush Goyal)ને ટ્વીટ પણ કર્યું હતું.

યશપાલસિંહ બારડે રેલવે મંત્રીને ટેગ કરતા ટ્વીટ કર્યું હતું કે, અજીતસિંહ પરમાર દિલ્હી-બરોડા રાજધાની ટ્રેન નં, 02952માંથી ગુમ થઈ ગયા છે. અજીતસિંહ દિવાળીની રજા માણવા માટે ટ્રેનમાં વતન કોડીનાર આવી રહ્યા હતા.

તમને જણાવી દઇએ કે, બિહાર રેજીમેન્ટ 5માં CRPFમાં કોબરા કમાન્ડો તરીકે ફરજ બજાવતા અજીતસિંહનું મૃત્યુ કંઈ રીતે થયું તે જાણી શકાયું નથી. અચરજની વાત તો એ છે કે, અજીતસિંહનો સામાન મુંબઈ રેલવે સ્ટેશન પરથી મળ્યો હતો. જ્યારે તેમનો મૃતહેદ મધ્યપ્રદેશના હાલોત રેલવે ટ્રેક પાસેથી મળી આવ્યો છે.

કોડીનારમાં રહેતા અજીતસિંહ ટ્રેનમાંથી ગુમ થયા બાદ તેમનો સામાન મુંબઈ રેલવે સ્ટેશન પરથઈ મળી આવ્યો હતો. જોકે આજે તેમનો મૃતદેહ મધ્યપ્રદેશના હાલોત રેલવે ટ્રેક પરથી મળી આવતા પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે. જોકે હાલમાં અજીતસિંહ ટ્રેનમાંથી પડી જતા તેમને ગંભીર ઈજા પહોંચી હોવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ થયાની ચર્ચા થઈ રહી છે.

કોબરા કમાન્ડો એટલે શું ?

આતંકીઓ અને નકસલીઓનો પળભરમાં ખાત્મો બોલાવી દેવા માટે સીઆરપીએફમાં એક બટાલીયન બનાવવામાં આવી. આ બટાલીયન એટલે કોબ્રા. આ બટાલીયનના કમાન્ડો જ્યારે હુમલો કરે ત્યારે દુશ્મનને ખબર પણ પડતી નથી કે ક્યારે તેમનો સફાયો થઇ ગયો. આ કમાન્ડો તેમની સ્ફ્રૂર્તિ, ચાલ, આક્રમણ માટે જાણીતા છે.

કોબરા એટલે Commando Battalion for Resolute Action. જેનો મુદ્દાલેખ છે “Glory or Death” આ કમાન્ડોની મદદથી કેન્દ્ર સરકારે સમગ્ર રેડ કોરીડોરને ઘેરી છે કે જ્યાં નકસલીઓ છુપાઇને રહે છે અને ચોરી છુપીથી હુમલાઓ કરે છે. કોબરા બટાલીયનને 10 યુનિટમાં વહેંચવામાં આવી છે જેને નકલસગ્રસ્ત રાજ્યોમાં તેનાત કરવામાં આવે છે. આ બટાલીયનના કમાન્ડોઝ ગેરીલા યુદ્ધમાં નિષ્ણાત હોય છે. કોબરા બટાલીયનના એક યુનિટમાં 1300 કમાન્ડો હોય છે. કોબરા કમાન્ડો બનવા માટે ખાસ પ્રકારની 3 મહિનાની સખત ટ્રેનીંગ લેવી પડતી હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો