ગુજરાત માટે ચિંતાજનક સમાચાર! કોરોનાથી સાજા થયા બાદ અચાનક જ કેટલાક લોકોના થઈ રહ્યા છે મોત

દેશમાં છેલ્લા ત્રણ દિવસમાં લગભગ દોઢ લાખ નવા કેસ સામે આવ્યા બાદ કોરોના વાયરસ સંક્રમણના કુલ કન્ફર્મ કેસની સંખ્યા 13 લાખ 85 હજાર થઈ ગઈ છે. જોકે, 8 લાખ 85 હજારથી વધારે કેસોમાં રિકવરી બતાવવામાં આવી છે. તો તાજા આંકડા અનુસાર ગુજરાતમાં કુલ કેસ 54712 થઈ ચુક્યા છે. જેમાંથી 39612 રિકવર્ડ થયા છે. પરંતુ ગુજરાતમાં ચિંતાની વાત એ છે કે, કોવિડ-19માંથી સાજા થવાની અથવા રિકવરી બાદ અચાનક કેટલાક લોકોનું મોત થઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આવા કેટલાક મામલાની સ્થિતિ સમજી શકાય છે. સાથે આ મામલે સ્વાસ્થ્ય વિશેષજ્ઞોની સલાહ આ સમજાવી શકે છે કે આવું કેમ બની રહ્યું છે, અને ગુજરાતે આ મામલે કેટલી ચિતા કરવાની જરૂર છે.

નોર્મલ રિપોર્ટ બાદ હૃદય રોગનો હુમલો!

સુરત નિવાસી 68 વર્ષિય ફિઝિશિયન અને કવિ ડો. દિલિપ મોદીનો કેસ અભ્યાસનો વિષય રહ્યો, આ કેસે સ્વાસ્થ્ય વિભાગનું ધ્યાન કેન્દ્રીત કર્યું. 15 જુલાઈએ ડોક્ટરોએ મોદીના પરિવારને આશ્વાસન આપ્યું કે, તેમના X-ray અને બાકી રિપોર્ટ્સ નોર્મલ હતા અને કતે સારી રીતે રિકવર થઈ રહ્યા હતા. પરંતુ, અચાનક એજ સાંજે મોદીને હાર્ટએટેક આવ્યો અને તેમનું મોત થઈ ગયું.

પરિસ્થિતિ સુધરી રહી હતી અને અચાનક…

આજ પ્રકારે 70 વર્ષિય હેમીબેન ચોવતિયાને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. તેમની સ્થિતિ સારી હતી. પરંતુ ઘરે પહોંચવાના કેટલાક કલાક બાદ હેમીબેનના મોતથી તેમનો પરિવાર હેરાન રહી ગયો. અને સ્વાસ્થ્ય વિભાગ માટે પણ જિજ્ઞાસાનો વિષય બન્યો.


આ ગુત્થી સુલઝાવવામાં લાગ્યા છે ડોક્ટરો

ગુજરાતમાં કોવિડ-19થી 2300થી વધારે મોત થયા બાદ આ પ્રકારના મામલા વધુ સામે આવી રહ્યા છે, જેને કોવિડ-19થી મોતમાં નથી ગમવામાં આવી રહ્યું. કેમ કે, મોત રિકવરી બાદ થયા છે. આ મામલે ડોક્ટરોનું કહેવું છે કે, આ ગુત્થી સુલઝાવવાની કોશિસ ચાલુ છે. ડોક્ટરોનું માનવું છે કે, કોવિડ-19થી હાઈવરક્લોટિંગ અને વદારે જલનની ફરિયાદ છે, પરંતુ કેટલાક દર્દીઓમાં રિકવરી બાદ ક્લોટિંગનું જોખમ કેટલો સમય રહે છે, તે હજુ સ્પષ્ટ ન કહી શકાય.

કેમ થઈ હશે આ પ્રકારે મોત?

ગુજરાત કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. તુષાર પટેલનું માનીએ તો, શરીરમાં લાંબા સમય સુધી કોઈ દ્રવ્ય જમા અથવા ગાઢ થવાના કારણે દર્દીને અચાનક હાર્ટએટેક, બ્રેન સ્ટ્રોક જેવા કારણોથી મોતની આશંકા રહે છે. કોવિડ-19થી રિકવરી થયા બાદ ડિસ્ચાર્જ થયેલા એક પોલીસ ઓફિસર વીનુભાઈ પરમારને પણ એક અઠવાડીયા બાદ બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. આ મામલામાં સિનીયર ડોક્ટર સુધેંદુ પટેલ અનુસાર, પહેલા લાગ્યું હતું કે આ ડિપ્રેશન જેવો કેસ છે પરંતુ પછી બ્રેનમાં ક્લોટિંગ સામે આવ્યું.

શું છે આ મોતની ઉંમર એન્ગલ?

ગુજરાતમાં કોવિડ-19થી રિકવરી બાદ અચાનક થઈ રહેલા મોતના મામલામાં ઉમરને એક મોટુ ફેક્ટર માનવામાં આવી રહ્યું છે. આવા મોટાભાગના મામલા સિનીયર સિટીઝનના જોવા મળ્યા છે. એ પણ જોવામાં આવી રહ્યું છે કે, આવા મામલામાં શું મૃતક કોવિડ પહેલા કોઈ અન્ય ગંભીર બિમારીખી પીડિત હતા. એ પણ ધ્યાન આપવાની વાત છે કે, દુનિયાભરના આંકડા કહે છે કે, ઉંમર અને પૂર્વ રોગ, આ પહેલુઓમાં કોવિડ-19 મોત સાથે રહ્યા છે.

વાયરસ વિશે હજુ વધારે જાણવું પડશે

ગુજરાતમાં રિકવરી બાદ અચાનક થયેલા મોત પર કેન્દ્રીત ટીઓઆઈના રિપોર્ટ અનુસાર, કોવિડ-19 ટાસ્કફોર્સ સાથે જોડાયેલા સંક્રામક રોગના નિષ્ણાત ડો. અતુલ પટેલ કહે છે કે, આ વાયરસ નવો છે અને લાંબા સમય માટે આ કેવી પ્રકારની અસર પેદા કરે છે, તે સમજવાનું બાકી છે. ઉલ્લેખનીય છે કે, આ વાયરસને લઈ અનેક પ્રકારની શોધ ચાલુ છે અને પહેલા વિશેષજ્ઞોના હવાલે કહેવામાં આવી ચુક્યું છે કે, રિકવરી બાદ કોરોના વાયરસ શરીરના કેટલાક અંગોને લાંબા સમય માટે પ્રભાવિત કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો