આવો છે 1500 કરોડનું દાન કરનાર પટેલનો મહેલ, મળ્યો ફ્લોરિડિઅન ઓફ ધ યર એવોર્ડ.

અમેરિકા, ઇંગ્લેન્ડ કે દુનિયાના અન્ય દેશોમાં રહેતા ગુજરાતીઓ ભારત અને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. આવા જ એક ગુજરાતી છે ડો.કિરણ પટેલ. અમેરિકાના ફ્લોરિડામાં રહેતા જાણીતા કાર્ડિયોલોજિસ્ટ અને રિઅલ એસ્ટેટ ડેવલપર ડો.કિરણ પટેલને ફ્લોરિડા ટ્રેન્ડ મેગેઝિને ફ્લોરિડિઅન ઓફ ધ યરનું બિરુદ આપ્યું છે. ટમ્પા બે ટાઇમ્સ દ્ધારા આ મેગેઝિનનું સંચાલન કરવામાં આવે છે.

કરી ચૂક્યા છે 1500 કરોડનું દાન

દુનિયાના ગમે તે ખૂણામાં વસતા ગુજરાતીઓ કંઈક નવું કરવા અને પરિવર્તન લાવવા માટે જાણીતા છે. તેવા જ એક ગુજરાતી છે ડોક્ટર કિરણ પટેલ અને તેમના પત્ની ડોક્ટર પલ્લવી પટેલ. મૂળ ગુજરાતી અને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા કિરણ-પલ્લવી પટેલે તાજેતરમાં જ અમેરિકામાં હેલ્થકેર ક્ષેત્રે પરિવર્તન લાવવા એક ખાનગી યુનિવર્સિટી માટે કેમ્પસની સ્થાપના કરવા 20 કરોડ ડોલર(અંદાજે 1312 કરોડ રૂપિયા)નું દાન આપ્યું છે. જો કે વર્ષોથી અમેરિકાના ફ્લોરિડામાં રહેતું આ ગુજરાતી ડોક્ટર દંપતિ અવારનવાર સમાજસેવા, શિક્ષણ અને કલાના ક્ષેત્રે યોગદાન બદલ ચર્ચામાં હોય છે.

ફ્લોરિડામાં ‘ધ પાવર કપલ’ તરીકે ઓળખાતા આ પટેલ દંપતિ પોતાના વિશાળ અને આલિશાન ઘરને લઈને પણ જાણીતા છે. ટેમ્પાના કેરોલવૂડ વિસ્તારમાં વર્ષ 2012થી વિશાળ વિસ્તારમાં પૂર્વ કાર્ડીયોલોજિસ્ટ કિરણ પટેલના ઘરનું કન્ટ્રક્શન ચાલી રહ્યું છે. 17 એકર જમીન પર મહેલ જેવા આકારમાં બની રહેલા કિરણ પટેલના મહેલની ગણના યુએસ અને ફ્લોરિડા વિસ્તારના વિશાળ ઘરોમાં ગણના થાય છે. ડો કિરણ પટેલ સેવાકિય પ્રવૃતિ ઉપરાંત અમેરિકામાં અનેક હોટેલ્સના માલિક ઉપરાંત ઈન્સ્યોરન્સ ફિલ્ડમાં કાર્યરત છે. ડો.કિરણ પટેલે 175 મિલિયન ડોલર (અંદાજે 1120 કરોડ રૂપિયા) ના ખર્ચે ક્લિયરવોટર બીચ પર વિન્ડેમ હોટલ બનાવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ પટેલ કપલ્સે 240 મિલિયન ડોલર (અંદાજે 1536 કરોડ રૂપિયા) કરતાં વધુ રકમ ફ્લોરિડા આર્ટ્સ, એજ્યુકેશન અને હેલ્થકેર યુનિવર્સિટી ને દાન કરી ચુક્યા છે.

 

\

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

સમાચાર