નવસારી જિલ્લા (Navsari district)માં બે દિવસ પહેલા એક આઈસર ચાલકે એક સાઇકલ ચાલકને ઉડાવ્યો હતો. આ બનાવમાં સારવાર દરમિયાન સાઇકલ ચાલકનું મોત થયું છે. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા (Khergam Taluka) ખાતે આ બનાવ બન્યો હતો. ખેરગામ-ધરમપુર રોડ ઉપર બનેલા આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ (CCTV footage) પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આઈસર ચાલકે બેફામ ઝડપે વાહન હંકારીને રસ્તાની બાજુમાં સાઇકલ લઈને જઈ રહેલા વ્યક્તિને ઉડાવ્યો હતો. આઇસરની ટક્કરથી સાઇકલ ચાલક 50 ફૂટ ફંગોળાયો હતો.
મળતી માહિતી પ્રમાણે ભૈરવી ગામના પેટ્રોલપંપ પાસે આ બનાવ બન્યો હતો. પીડિત વ્યક્તિ સાઇકલ પર નોકરી માટે જઈ રહ્યો હતો. અકસ્માત બાદ સાઇકલ ચાલકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણ સાઇકલ ચાલકનું સારવાર દરમિયાન મોત થયું છે.
અકસ્માત બાદ આઇસર ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. આ કેસમાં ખેરગામ પોલીસે અજાણ્યા ચાલક સામે ગુનો નોંધીને આઈસર ચાલકની શોધખોળ શરૂ કરી છે.
નવસારી: બેફામ દોડી રહેલા આઈસરની ટક્કરથી સાઇકલ ચાલક 50 ફૂટ ફંગોળાયો pic.twitter.com/0emXhsrRHC
— News18Gujarati (@News18Guj) February 17, 2021
સામે આવેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે સાઇકલ ચાલક પોતાની સાઇડમાં એટલે કે ડાબી બાજુએ સાઇકલ લઈને જઈ રહ્યો છે. આ દરમિયાન પાછળથી એક આઈસર ચાલકે પૂર ઝડપે આવે છે અને સાઇકલને જોરદાર ટક્કર મારે છે.
ટક્કર એટલી જોરદાર હોય છે કે સાઇકલ ચાલક 50 ફૂટ સુધી ફંગોળાય છે. વ્યક્તિ સાથે તેની સાઇકલ પણ ઉછળીને રોડ પર પડે છે. આ દરમિયાન અન્ય લોકોને પણ સાઇકલ ચાલક તરફથી દોડીને આવતા જોઈ શકાય છે.
સીસીટીવીમાં જોઈ શકાય છે કે અકસ્માત બાદ જાણ કંઈ બન્યું જ ન હોય તેવી રીતે આઇસર ચાલક પૂર ઝડપે ફરાર થઈ જાય છે. જ્યારે દોડી આવેલા લોકો ઘાયલ થયેલા સાઇકલ ચાલકની મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..