અમદાવાદ IIM પાસઆઉટે નોકરી કરવાને બદલે શરૂ કર્યો શાકભાજીનો વ્યવસાય, કરોડોમાં કરે છે કમાણી

આજના સમયમાં અભ્યાસની સાથે સાથે બાળકોમાં વ્યવસાયિક જ્ઞાન પણ વધ્યું છે. ભણતરની સાથે તેઓ સતત પોતાના વ્યવસાય અંગે વિચારતો હોય છે. વર્ષ 2007માં અમદાવાદ આઈઆઈએમમાંથી ગોલ્ડ મેડલ સાથે પોતાનો અભ્યાસ પૂર્ણ કરનાર કૌશલેન્દ્ર કુમારે પણ સારી કંપનીમાં નોકરી કરવાને બદલે પોતાનો વ્યવસાય શરૂ કરી આજે લાખો નહીં પણ કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. બિહારના નાલંદા જિલ્લાના અગાડી મોહમ્મદપુરના રહેવાસી કૌશલેન્દ્ર કુમારે ઉચ્ચ અભ્યાસ બાદ નોકરી કરવાને બદલે અલગ રીતે મોડેલ અપનાવી શાકભાજી વેચવાની શરૂઆત કરી.

2008માં સમૃદ્ધિ નામથી શાકભાજીનો વ્યવસાય શરૂ કરનાર કૌશલેન્દ્રના ફાઉન્ડેશન હેઠળની 13 કંપનીઓએ હજારો ખેડૂતોને સારી કમાણી કરતા કર્યાં છે. એટલું જ નહીં આજે માત્ર પટનામાં રોજ ત્રણ ટ્રક જેટલી ઉચ્ચ ગુણવત્તાની શાકભાજીનું વેચાણ થાય છે. ખેડૂતોને યોગ્ય ભાવ સાથે ગ્રાહકોને પણ ઉચ્ચ ગુણવત્તાની શાકભાજી પ્રોવાઈડ કરી કૌશલેન્દ્ર આજે આશરે પાંચ કરોડની કમાણી કરી રહ્યાં છે. કૌશલેન્દ્રએ પોતાના બિઝનેસની સાથે બિહારના ખેડૂતો અને શાકભાજી વેન્ડરોને જોડી યોગ્ય માર્ગદર્શન અને જરૂરી ચીજવસ્તુ આપીને તેમની કમાણીમાં વધારો કર્યો છે.

કોણ છે કૌશલેન્દ્ર કુમાર

– બિહારના નાલંદા જિલ્લાના મોહમ્મહપુર ગામમાં જન્મેલા કૌશલેન્દ્ર પોતાના ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા.

– શિક્ષક માતા-પિતાએ પાંચમાં ધોરણમાં કૌશલેન્દ્રનું એડમિશન નવોદય વિદ્યાલયમાં કરાવ્યું.

– નવોદય વિદ્યાલયના અભ્યાસ બાદ આઈઆઈટીમાંથી બી ટેક કરવા માંગતો હતો.

– જો કે આઈઆઈટીની જગ્યાએ કૌશલેન્દ્રે ઈન્ડિયન કાઉન્સલિંગ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ જૂનાગઢમાંથી બી ટેકની ડિગ્રી મેળવી.

– 2003માં બી ટેક કર્યાં બાદ સિંચાઈ ઉપકરણ બનાવનારી કંપનીમાં માત્ર 6000ના પગારે થોડો સમય નોકરી કરી.

– નોકરી છોડીને CATની તૈયારી બાદ આઈઆઈએમમાં ગોલ્ડ મેડલ સાથે 2007માં એમબીએની ડિગ્રી મેળવી.

કેમ આવ્યો શાકભાજી અને ખેડૂતોનો વિચાર

– બિહારના લોકો આ સમયે મજૂરી માટે ગુજરાત આવતા જોઈને કૌશલેન્દ્રએ પોતાના બિહારને પણ આદર્શ બનાવવા સંકલ્પ કર્યો.

– મેનેજમેન્ટના અભ્યાસ બાદ કૌશલેન્દ્રએ નોકરી કરવાને બદલે 2007માં પટના પરત ફર્યાં.

– અહીં તેમણે ખેડૂતો અને ફેરીયાઓને જોડીને એક શાકભાજી વેચાણની યોજના બનાવી.

– આ માટે કૌશલેન્દ્રએ ફ્રોમ ફ્રેશ પ્રોડ્યૂસ ચેન અપનાવી શાકભાજી ઉત્પાદકોને અને વિક્રેતાઓને જોડવાનો પ્રયાસ કર્યો.

કૌશલ્યા ફાઉન્ડેશનની કરી રચના

– કૌશલેન્દ્રએ પોતાના ભાઈ સાથે મળીને ‘કૌશલ્યા ફાઉન્ડેશન’ની સ્થાપના કરી.

– ફ્રેબુઆરી 2008માં પોતાની પરિયોજના સમૃદ્ધિની શરૂઆત કરી શાકભાજની ખેતી કરતા ખેડૂતોનો સંપર્ક કર્યો.

– ખેતરમાંથી નીકળતી શાકભાજીની તાજગી જાળવી રાખી શેરીઓમાં આ તાજી શાકભાજી પહોંચાડવા માટે કૌશલેન્દ્રએ ‘આઈસ કોલ્ડ’ તૈયાર કરી.

– ફાઈબરથી બનેલી આ લારીમાં ઈલેક્ટ્રિકલ વજનકાટા પણ લાગેલા છે.

– એટલું જ નહીં 200 કિલો સુધીનો વજન વહન કરી શકતી આ લારીમાં 5-6 દિવસ સુધી શાકભાજી તાજી રહે છે.

– કૌશલેન્દ્રએ તૈયાર કરેલી શાકભાજીની લારી તેમણે સાથે જોડાયેલા વેન્ડરને પ્રોવાઈડ કરી છે.

કૌશલેન્દ્રએ બનાવી શાકભાજીની બ્રાન્ડ

– 2007-08માં શાકભાજી ઉત્પાદકોનું સમૂહ બનાવી શરૂ કરેલો બિઝનેસ આજે સમૃદ્ધિ બ્રાન્ડ તરીકે ઓળખાય છે.

– કૌશલેન્દ્રની કંપની શાકભાજીનું પેકેજિંગ, બારકોડિંગ સાથે સમૃદ્ધિ નામથી વેચાણ કરે છે.

– કૃષ્ણાનગર વિસ્તારમાં એક મોટું સેન્ટર બનાવ્યું છે. જ્યાં આજે રોજ પટનામાં 3 ટ્રક શાકભાજીનું વેચાણ થાય છે.

– સમૃદ્ધિ સાથે જોડાયેલા ખેડૂતોની આવકમાં 25-50 ટકાનો વધારો થયો છે. જ્યારે વેન્ડરોની આવકમાં પણ 50 ટકાનો વધારો થયો છે.

– શાકભાજી વેન્ડરો પહેલા 14 કલાક કામ કરતા હતા. જ્યા હવે માત્ર 8 કલાકમાં વધારે આવક મેળવી રહ્યાં છે.

20 હજાર કરતા વધારે ખેડૂતો જોડાયા

– ઉચ્ચ અભ્યાસ બાદ શાકભાજી બિઝનેસમાં આવેલા કૌશલેન્દ્રની ઘણા લોકો મજાક કરતા હતા.

– જો કે આજે તેમની સાથે 20 હજારથી વધારે ખેડૂતો જોડાયેલા છે, આ ઉપરાંત તેમની કંપનીમાં 700 લોકો કામ કરે છે.

– આજે કૌશલ્યા ફાઉન્ડેશન હેઠળની 13 જેટલી કંપનીઓ બિહારમાં ખેડૂતો અને વેન્ડરો માટે કામ કરે છે.

– કૌશલેન્દ્ર ખેડૂતોને સરકારી યોજના અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે પણ માહિતી આપે છે.

– કૌશલેન્દ્ર કુમારે પોતાની ડીગ્રીના અનુભવે ખેડૂતો અને શાકભાજી વેચનાર વેન્ડરના જીવન બદલી આધુનિકતા તરફ વાળ્યાં છે

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો…

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

પ્રેરણાત્મક સ્ટોરી