ભારત-ચીન સરહદે લદાખની ગલવાન ખીણમાં ચીનના સૈનિકો સાથે ઝપાઝપીમાં શહીદ થયેલા સૈનિકોમાંથી એક જવાન ઝારખંડનો હતો. સાહેબગંજ જિલ્લાના દીહરી ગામનો 26 વર્ષીય જવાન કુંદન કુમાર ઓઝા 2011માં બિહાર રેજિમેન્ટ કટિહારમાં જોડાયો હતો. 2017માં બિહારના નીરહટી (સુલતાનગંજ)ની નેહા સાથે તેના લગ્ન થયા હતા. તેને 17 દિવસની દીકરી છે, જેનું તે મોઢું પણ ન જોઇ શક્યો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
નવજાત દીકરીને જોવા ઘરે આવવાના હતા
26 વર્ષીય કુંદન કુમાર ઓઝા સાહિબગંજ જિલ્લાના મુફસિ્સલ પોલીસ સ્ટેશન વિસ્તારના ડિહરી ગામના રહેવાસી હતા. તેમને બે ભાઈઓ અને એક બહેન છે. કુંદન ઓઝાના લગ્ન બે વર્ષ પહેલા સુલ્તાનગંજમાં થયા હતા. તેઓ થોડા દિવસો પહેલા જ એક પુત્રીના પિતા બન્યા હતા. કુંદન જલ્દી જ તેની પુત્રીને મળવા ઘરે આવવાના હતા. પરંતુ અહીં કુદરતને કંઈક બીજું મંજૂર હતુ. રવિવારે કુંદનની ડ્યુટી લદ્દાખની ગલવાન ઘાટીમાં હતી. અહીં તે ચીની છેતરપિંડીનો શિકાર બન્યા. ગ્રામજનો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર તેઓને 7 વર્ષ પહેલા સૈન્યમાં જોડાયા હતા.
પિતાને ફોન પર મળ્યા દુઃખદ સમાચાર
કુંદનની શહાદતના સમાચાર તેના પિતાને ફોન દ્વારા આપવામાં આવ્યા હતા. આ સમાચાર સાંભળીને આખો પરિવાર શોકમાં સરી પડ્યો હતો. ગામજનોને પુત્રના આ બલિદાન પર ગર્વ છે. કુંદનના પિતરાઇ ભાઇએ ચીન સામે બદલાની માંગ કરી છે. તેઓ ઇંટોનો જવાબ પથ્થરથી જવાબ આપવા માંગે છે.
તેના પરત આવવાની રાહ હવે તેની નવજાત પુત્રીની હશે. જેને કદાચ ખબર પણ નહી હોય કે તેના પિતા ક્યારેય પાછા નહીં આવે. તે પોતાની માતૃભૂમિ સફર પર નીકળી ગયા છે. આવા સફરથી પાછા ફરવું અશક્ય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..