કોરોનાની કાળજું કંપાવનારી ઘટના, મા ને અર્થી આપનાર 5 દીકરાના થયા મોત, આખો પરિવાર વિખરાઇ ગયો

દુનિયાભરમાં કોહરામ મચાવનાર કોરોના મહામારીના કહેરથી ઝારખંડનો એક હસતો-રમતો પરિવાર આખો વિખરાઇ ગયો. કોરોના સંક્રમણના લીધે પરિવારમાં એક પછી એક 6 સભ્યોના મોત થઇ ચૂકયા છે. પહેલા માતા અને પછી તેની અર્થીને કાંધ આપનાર પાંચેય દીકરાઓના એક પછી એક મોત થઇ ગયા. 15 દિવસમાં જ આ પરિવારના છઠ્ઠા સભ્યનું મોત થઇ ગયું. મૃતક મહિલાના બીજા એક દીકરા સિવાય પરિવારના બીજા કેટલાંય સભ્યોની પણ તબિયત ખરાબ કહેવાય છે. દેશમાં આ પ્રકારની કદાચ આ એકલી ખૂબ ખરાબ ઘટના છે. જેમાં કોરોનાથી એક જ પરિવારના છ લોકોના મોત થયા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ચાર જુલાઇના રોજ સૌથી પહેલાં 88 વર્ષના માતાનું નિધન બોકારોના એક નર્સિંગ હોમમાં થયું. મૃતદેહની તપાસ કરી તો ખબર પડી કે તેઓ કોરોના પોઝિટિવ હતા. ત્યારબાદ કોરોનાના લીધે પરિવારના 5 દિકરાનું એક પછી મોત થયું. બીજો એક દીકરો હજુ બીમાર છે.

કોરોનાથી પરિવારના છઠ્ઠા સભ્યનું મોત

આ કિસ્સો ધનબાદના કતરાસ વિસ્તારનો છે. રાની બજારમાં રહેતા એક પરિવારના છઠ્ઠા સભ્યનું સોમવારના રોજ કોરોના સંક્રમણના લીધે મોત થયું. મળતી માહિતી પ્રમાણે ચાર જૂલાઇના રોજ સૌથી પહેલાં 88 વર્ષના માતાનું નિધન બોકારોના એક નર્સિંગ હોમમાં થયું. મૃતદેહની તપાસ ચાલતી હતી ત્યાં કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ તેમના દીકરાનું રાંચીની રિમ્સ કોવિડ હોસ્પિટલમાં મોત થયું. થોડાંક દિવસ બાદ બીજા દીકરાનું મોત કેન્દ્રીય હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું.

15 દિવસમાં આખો હસતો-રમતો પરિવાર વિખરાઇ ગયો

મોતનું તાંડવ અહીં થોભ્યું નહીં ત્રીજો દિકરો ધનબાદના એક ખાનગી ક્વારેન્ટાઇન સેન્ટરમાં દાખલ હતો. ત્યાં એકાએક તબિયત એવી લથડી કે સીધો મોતના મુખમાં જ ધકેલાઇ ગયો. તેમનો ડ્રાઇવર તેમને પીએમસીએચ લઇ ગયો પરંતુ ડૉકટર્સે મૃત જાહેર કરી દીધો. 16 જુલાઇના રોજ ચોથા દીકરાનું પણ ટીએમએચ જમશેદપુરમાં કેન્સરની સારવાર દરમ્યાન નિધન થયું. પાંચમા દિકરાને પણ ધનબાદની કોવિડ હોસ્પિટલમાં રેફર કર્યા બાદ રિમ્સ રાંચીમાં દાખલ કરાયો હતો. જ્યાં સોમવારે તેને છેલ્લાં શ્વાસ લીધા. આમ કોરોના વાયરસના સંક્રમણથી એક વૃદ્ધ મહિલા અને તેમના પાંચ દીકરાઓના મોત થતાં ચકચાર મચી ગઇ છે. તો પરિવારના બીજા કેટલાંય સભ્યોની સારવાર ચાલી રહી છે. આ પરિવારનું દુ:ખ જે લોકો સાંભળે તેમનું કાળજું ફાટી રહ્યું છે.

કોરોના મહામારીએ મા અને 5 દીકરાને બનાવ્યા શિકાર

કહેવાય છે કે જૂન મહિનામાં મહિલા દિલ્હીથી લગ્ન સમારંભમાં હાજરી આપવા માટે કતરાસ આવેલા પોતાના ઘરે આવ્યા હતા. ત્યાં અચાનક તબિયત લથડ્યા બાદ તેમને બોકારોની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા. જ્યાં તેમનું મોત થયું. તેમના મોત બાદ તપાસ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો. સ્થાનિક લોકોનું કહેવું છેકે ગયા મહિને લગ્નની શરણાઇથી ઘરમાં ખુશીનો માહોલ હતો. હસતા-રમતા પરિવારમાં ધૂમ-ધડાકા મસ્તીની ખુશીઓમાં મગ્ન હતા. પરંતુ એક જ પખવાડિયાની અંદર જ આ પરિવારમાં મોતે એવો કોહરામ મચાવ્યો કે જોત જોતામાં બધું જ ઉજ્જડ થઇ ગયું. વૈશ્વિક મહામારી કોરોનાથી પરિવારના છ સભ્યોનું અકાળ મોત થઇ ચૂકયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો