જેતપુરમાં એક હિન્દુ યુવતીને મુસ્લિમ યુવાન ભગાડી ગયો હતો. આ બાબતે યુવતીના પરિવારજનોની રજૂઆત પરત્વે સ્થાનિક પોલીસે દાદ નહીં દેતા આજે રાજકોટ આવી ઈન્ચાર્જ એસપીને રજૂઆત કરી પોતાની પુત્રી તત્કાળ પરત અપાવવા માગ કરી હતી. યુવતીના પરિવારજનોએ આ કિસ્સાને લવજેહાદનો ગણાવી મુસ્લિમ યુવક પોતાની પુત્રીને વેચી નાખશે તેવી પણ દહેશત વ્યક્ત કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, જેતપુરની રાજેશ્વરી સોસાયટીમાં રહેતી ચાંદની પ્રવીણભાઈ દતા નામની ૨૨ વર્ષની યુવતીને જાગૃતિનગરમાં રહેતો ઈરફાન યુસુફખાન પઠાણ ભગાડી ગયો હતો. સરકાર દ્વારા આંતરજ્ઞાાતીય લગ્ન માટે સ્પેશિલ મેરેજ એક્ટ બનાવવામાં આવ્યો છે, જે માટે કલેક્ટરની મંજૂરી લેવી જરૂરી છે. જેથી થોડા સમય પહેલાં જ ઈરફાને પણ કલેક્ટરમાં સ્પેશિલ મેરેજ એક્ટ હેઠળ લગ્નની મંજૂરી આપવા અરજી આપી હતી.
જે અંગે ચાંદનીના પિતાને જાણ થતાં તેણે વાંધા અરજી કરી હતી, જેના કારણે લગ્ન શક્ય બન્યા ન હતા. જેથી ઈરફાન ગઈ તા.૧૫ના રોજ ચાંદનીને ભગાડી ગયો હતો અને મૈત્રીકરાર જેવો કોઈ કરાર પણ કરી લીધો હતો. જેને ચાંદનીના પરિવારજનોએ ગેરકાયદેસર કરાર ગણાવ્યો છે, આ અંગે તેમણે સ્થાનિક પોલીસ પાસે મદદ કરવા દાદ માગી હતી, પરંતુ કોઈ સુનાવણી નહીં થતાં આખરે આજે રાજકોટ આવી ઈન્ચાર્જ એસપીને રજૂઆત કરી હતી.
તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું, કે તેમની પુત્રી ઘરેથી કપડાં, મોબાઈલ, સોનાનો ચેઈન, બુટી, વીંટી અને રૂા.૨૧ હજાર રોકડા મળી કુલ રૂા.૨ લાખનો મુદ્દામાલ લઈને જતી રહી છે. જેથી આ મુદ્દામાલ પુરો થઈ ગયા બાદ તેમની પુત્રીને વેચી નખાય તેવી દહેશત પણ વ્યક્ત કરી હતી.
ઈન્ચાર્જ એસપીએ તત્કાળ આ અંગે જેતપુર પોલીસને તપાસ કરવા સૂચના આપી હતી. જેથી પોલીસે હવે આ કેસમાં તપાસ આગળ ધપાવી છે. ઉલ્લેખનીય છે કે ત્રણ મહિના પહેલાં જ જેતપુરમાં રહેતી અલ્કા અરવિંદ પરમાર નામની યુવતી સાથે ઈકબાલ હાસમ સોરા નામના પરિણીત શખ્સે કાયદેસરના લગ્ન થઈ શકે તેમ ન હોવાથી સેવા કરાર કરીને ભગાડી ગયો હતો, આવા કરાર નોટરીને કરવાની સત્તા જ ન હોવા છતાં થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..