ઇડરના પાવાપુરીમાં બે જૈનાચાર્યોની કામલીલા આવી સામે, મંત્ર, તંત્ર અને મેલી વિદ્યાના નામે ડરાવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

સાબરકાંઠામાં જૈનાચાર્યો પર લાગ્યો દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. જૈન ધર્મમાં સંયમની જગ્યાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. ઇડરના પાવાપુરીમાં બે જૈનાચાર્યો સામે દુષ્કૃત્યની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદીએ મહિલાઓ જૈન આચાર્યોની ભોગ બની હોવાનું જણાવ્યું છે. મોટાભાગની મહિલાઓને મંત્ર-તંત્રના બહાને દુષ્કર્મ કરાયો હોવાનો ઉલ્લેખ કરાયો છે. વીડિયો ક્લિપમાં જૈનાચાર્યોની કામલીલાનો ભાંડ્યો ફૂટ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સાબરકાંઠાના ઈડરના પાવાપુરી જૈન તીર્થના બે જૈન સાધુએ તંત્ર-મંત્ર અને મેલી વિદ્યાઓના નામે જૈન અનુયાયી મહિલાઓને ડરાવી દુષ્કર્મ આચરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો કરતી ફરિયાદ જૈન તીર્થના ટ્રસ્ટી દ્વારા કરવામાં આવી છે. ઈડર પોલીસે આ મામલે ભોગ બનનાર મહિલાઓના નિવદેન નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે.

મહારાજ સાહેબ કલ્યાણસાગર અને રાજતીલક સાહેબ વિરુદ્ધ ફરિયાદ

ઈડરમાં છેલ્લા 31 વર્ષથી સજર્ન તરીકે મેડિકલ પ્રેક્ટિસ કરતા ડૉ. આશિત પ્રફુલચંદ્ર દોશી(ઉં.56)એ ઈડર પોલીસ સ્ટેશનમાં મહારાજ સાહેબ કલ્યાણસાગર અને રાજતીલક સાહેબ વિરુદ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ ફરિયાદી પાવાપુરી સમ્મેત શીખર તીર્થધામ, સર્વ કલ્યાણ ટ્રસ્ટ અને અષ્ટપદ જલમંદિર ટ્રસ્ટમાં છેલ્લા 12 વર્ષથી ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. ટ્રસ્ટીઓની ગેરહાજરીમાં મહારાજ સાહેબ કલ્યાણ સાગર અને રાજતીલક સાગર મહારાજ ટ્રસ્ટનો વહીવટ કરતા હતા.

1 વર્ષથી આ બન્ને મહારાજ સાહેબો વિરૂદ્ધ વ્યાભિચારની ફરિયાતો થતી હતી

છેલ્લા એક વર્ષથી ડૉ.આશિત સહિતના ટ્રસ્ટીઓને બંને મહારાજ સાહેબો વિરુદ્ધ વ્યાભિચારની ફરિયાદો મળી હતી. આ બંને મહારાજ સાહેબો જૈન ધર્મના નૈતિક મૂલ્યોની જીવનચર્યાની જગ્યાએ સાંસારિક જીવનચર્યા મુજબ રહેતા હતા. બન્ને મહારાજ સાહેબને જૈન ધર્મની સાધુ તરીકે મળેલી ઉપાધીનો દુરુપયોગ કરી મહિલા અનુયાયીઓને જૈન ધર્મની આડમાં ધાક ધમકી અને તંત્ર-મંત્રથી ડરાવીને મહિલાઓ સાથે શારીરિક સંબંધો બાંધી દુષ્કૃત્યો આચરતા હોવાની ફરીયાદ ટ્રસ્ટીઓને મળી હતી.

બન્ને મહારાજ સાહેબનો વીડિયો આવ્યો સામે

આ બાબતે બન્ને મહારાજ સાહેબોને બોલાવી વાત કરતા તેમણે કોઈ મહિલાઓ સાથે દુષ્કૃત્ય ના કર્યાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેમને માફ કર્યા હતા. જોકે ગત તારીખ 3 જાન્યુઆરી 2020ના રોજ સુરતમાં રહેતી મહિલા અનુયાયીએ તેની સાથે મહારાજ સાહેબોએ દુષ્કૃત્ય કર્યાની ફરિયાદ કરી હતી. આ ઘટના ઈડરના પાવાપુરી જૈન તીર્થની પવિત્ર જગ્યામાં આચરવામાં આવી હતી. આ અંગે ટ્રસ્ટીઓને પિડીત પરિવારે વીડિયો અને ફોટા પણ આપ્યા હતા. આ વીડિયો અને ફોટા બંને મહારાજ સાહેબને બતાવતા બંનેએ પોતાના ગુનો સ્વીકાર્યો હતો.

મહત્વનું છે કે, મહારાજ સાહેબ રાજતીલક સાગરએ ધાર્મિક વડાઓ મારફતે દબાણ કરવી કોઈ કાર્યવાહી ના થાય તેવા પ્રયાસ કર્યા હતા અને ધમકી આપી હતી. આખરે ટ્રસ્ટીઓએ આ અંગે ચર્ચા કરી બંને મહારાજ સાહેબો વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. હાલ આ મહિલાના નિવેદન બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

શું ધર્મના નામે લંપટલીલા કરનાર મુનિયો સામે થશે કાર્યવાહી ?

ત્યારે કેટલાક સવાલ થાય છે કે શું અનેક જગ્યાએ આવા કારસ્તાન થાય છે? આ મુનિયો સાથે કોઇ સ્થાનિક વ્યક્તિ સંકળાયેલું છે? સફેદ કપડાં પહેરી આ મુનિયો શું ખાલી ઢોંગ કરી રહ્યાં છે? શું ધર્મના નામે લંપટલીલા કરનાર મુનિયો સામે થશે કાર્યવાહી? મહારાજ સાહેબની પદવીના જોરે મહિલાઓનું શારિરીક શોષણ?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો