ઇઝરાયલે (Israel) કોરોના વાયરસ (Coronavirus)ની રસી બનાવી લીધાનો દાવો કર્યો છે. સાથે તેમણે એમ પણ કહ્યું છે કે આ રસી બહુ ઝડપથી તમામ લોકો માટે ઉપલબ્ધ બનશે. ઇઝરાયલના રક્ષા મંત્રી નફતાલી બેન્નેટે (Naftali bennett) સોમવારે જણાવ્યું કે ડિફેન્સ બાયોલૉજિકલ ઇન્સ્ટીટ્યૂટે કોરોના વાયરસની રસી (Coronavirus Vaccine) બનાવી લીધી છે. બેન્નેટના જણાવ્યા પ્રમાણે ઇન્સ્ટીટ્યૂટે કોરોના વાયરસની એન્ડીબૉડી તૈયાર કરી છે. ઇઝરાયલનો દાવો છે કે વેક્સીન બનાવી લેવામાં આવી છે અને પેટન્ટ અને ઉત્પાદનનું કામ ચાલી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ટાઇમ્સ ઑફ ઇઝરાયલમાં છપાયેલા સમાચાર પ્રમાણે કોરોનાની રસી બનાવ્યાનો દાવો કરનારી ઇઝરાયલ ઇન્સ્ટીટ્યૂટ ફૉર બોયોલૉજિકલ રિસર્ચ નામની આ સંસ્થા ઇઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂ કાર્યાલય અંતર્ગત ખૂબ જ ખાનગી રીતે કામ કરે છે. બેન્નેટે રવિવારે ઇન્સ્ટૂટ્યૂટ ઑફ બાયોલૉજિકલ રિસર્ચની મુલકાત લીધા બાદ આ જાહેરાત કરી હતી. રક્ષા મંત્રીના જણાવ્યા પ્રમાણે આ એન્ટીબૉડી મોનોક્લોનલ રીતે કોરોના વાયરસ પર હુમલો કરે છે, તેમજ સંક્રમિત લોકોના શરીરમાં જ કોરોનાનો ખાત્મો બોલાવે છે.
#BREAKING: Joint statement by the Israeli Ministery of Defense and the Israel Institute for Biological Research: A significant breakthrough has been achieved in finding an antidote to the Corona virus that attacks the virus and can neutralize it in the sick body
— Amichai Stein (@AmichaiStein1) May 4, 2020
પેટન્ટ મળતા જ ઉત્પાદન શરૂ થશે
ઇઝરાયલના રક્ષા મંત્રાલય તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વેક્સીન બનાવી લેવામાં આવી છે. હવે તેની પેટન્ટ કરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. થોડા જ દિવસોમાં આંતરરાષ્ટ્રીય દવા કંપનીઓ સાથે તેનું કોમર્શિયલ સ્તરે ઉત્પાદન કરવા માટે વાતચીત શરૂ કરવામાં આવશે. બેન્નેટે કહ્યું કે, “આ શાનદાર સફળતા બદલ મને સંસ્થાના સ્ટાફ પર ગર્વ છે.” જોકે, ઇઝરાયલ તરફથી એવું નથી કહેવામાં આવ્યું કે વેક્સીનની મનુષ્ય પર ટ્રાયલ કરવામાં આવી છે કે નહીં. બેન્નેટે કહ્યું કે ઇઝરાયલ હવે પોતાના નાગરિકોના સ્વાસ્થ્ય અને અર્થવ્યવસ્થાને ફરીથી ખોલવાની પ્રક્રિયામાં સમતોલન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
કોરોનાથી દુનિયાભરમાં 2,52,407 લોકોના મોત
બેન્નેટે પોતાના નિવેદનમાં કહ્યું, ઈઝરાયલ હવે પોતાના નાગરિકોના સ્વાસ્થ્ય અને અર્થવ્યવસ્થાને ફરીથી ખોલવાની પ્રક્રિયામાં સંતુલન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઈઝરાયલના રક્ષા મંત્રીનો આ દાવો જો સાચો છે તો કોરોનાથી પરેશાન દુનિયા માટે આશાનું કિરણ ખુલી જશે. કોરોના વાયરસથી અત્યાર સુધી દુનિયાભરમાં 2,52,407 લોકોના મોત થયા છે અને 36 લાખથી વધારે લોકો સંક્રમિત છે.
કોરોના વાયરસની મહામારીથી લડવા માટે દુનિયાભરમાં વેક્સીન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં માણસો પર ટ્રાયલ ચાલી રહ્યું છે. બીજી તરફ ચીન અને અમેરિકામાં પણ કોરોના વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. ભારતની ઘણી કંપનીઓ કોરોનાની દવા બનાવવામાં લાગી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..