ભારતમાં કોરોના સંક્રમણની ગતિ લગાતાર વધી રહી છે. ટેસ્ટિંગની કમી પણ એક મોટો પ્રશ્ન છે. આ પરિસ્થિતિમાં ભારતની મદદ માટે ઇઝારાયેલ સામે આવ્યું છે. ભારત અને ઇઝરાયેલની ટીમ રેપિડ ટેસ્ટ કિટ પર કામ કરી રહી છે. આ ટેસ્ટ કિટની મદદથી 30 સેકન્ડમાં રિઝલ્ટ મળી જાય તેવા પ્રયાસો ચાલુ છે. તેના માટે એક સ્પેશ્યલ ફ્લાઇટમાં ઇઝરાયેલ સંરક્ષણ વિભાગના અધિકારીઓ અને વૈજ્ઞાનિકોની ટીમ તેલઅવીવથી દિલ્હી આવશે. તેઓ ભારતમાં DRDO અને મુખ્ય વૈજ્ઞાનિક કે. વિજય રાઘવન સાથે મળીને રેપિડ ટેસ્ટ વિકસિત કરવામાં કામગીરી કરશે. નવી દિલ્હીમા ઇઝરાયેલની એમ્બેસી દ્વારા આ માહિતી જાહેર કરવામા આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ઇઝરાયેલની ટેક્નોલોજી ભારતને મળશે
આ ફ્લાઇટમાં ઇઝરાયેલ દ્વારા વિકસિત કરવામા આવેલી ટેક્નોલોજી ભારત લાવવામા આવશે. ભારતને મેકેનિકલ વેન્ટિલેટર આપવા માટે ઇઝરાયેલની સરકારે ખાસ મંજૂરી આપી છે. આવનારા અમુક અઠવાડિયાઓમાં ઇઝરાયેલનું વિદેશ મંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય ભારતમાં કોરોના સામેની લડાઇ માટે સહભાગી બનશે.
A special planned flight from Tel Aviv to New Delhi is set to carry a high ranking Ministry of Defence, R&D team which has been working with India’s chief scientist
K. Vijay Raghavan and DRDO to develop rapid testing for #COVID_19 in under 30 seconds: Embassy of Israel in India https://t.co/MqRiri3FTl— ANI (@ANI) July 23, 2020
PM મોદી અને નેતાન્યાહુ વચ્ચે ત્રણ વખત વાતચીત
એમ્બેસીએ જણાવ્યું કે જ્યારથી મહામારી શરૂ થઇ છે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહુ વચ્ચે ત્રણ વખત વાતચીત થઇ છે. તેમણે વાયરસ સામે લડવા માટે એકબીજાનો સહયોગ કરવાનો ભરોસો આપ્યો છે અને બન્ને દેશ સાથે મળીને સંશોધન અને ટેક્નોલોજીમાં કામ કરે તેના માટે સહમત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..