કોરોના વાયરસના મહાસંકટ વચ્ચે ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી નફતાલી બેન્નેટે દાવો કર્યો છે કે, તેમના દેશના વૈજ્ઞાનિકોએ આ મહામારીની રસી વિકસાવી લીધી છે. ઈઝરાયેલના જે અત્યાધુનિક ડિફેંસ બાયોલોજિકલ ઈન્સ્ટિટ્યૂટે કોરોના વાયરસની રસી બનાવી છે, તે આખી દુનિયામાં એક અત્યંત ગુપ્ત માનવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આ ઈન્સ્ટીટ્યૂટની સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન છે. જેના વચ્ચે તે દુનિયાની નજરોથી છુપાઈને જૈવિક અને રાસાયણિક હથિયારો તેમ જ તેનાથી બચવાના હથિયારો પણ વિકસીત કરતી હોવાનું માનવામાં આવે છે.
ડિફેંસ ઈન્સ્ટીટ્યૂટે કર્યો રસી વિકસાવવાનો દાવો
આ ડિફેંસ ઈન્સ્ટીટ્યૂટની સ્થાપના વર્ષ 1952માં પ્રોફેસર અને તત્કાલીન વડાપ્રધાનના વૈજ્ઞાનિક સલાહકાર અર્નેસ્ટ ડેવિડ બેર્ગમાને કરી હતી. આ ઈન્સ્ટીટ્યૂટને લઈને કહેવામાં આવે છે કે, તે તબિબિ વિજ્ઞાનની ટેક્નિકો અને સંક્રમણ બીમારીઓથી બચાવવા પર કામ કરે છે. ઈઝરાયેલમાં વેક્સીન અને દવા બનાવવાનું કામ પણ આ ઈન્સ્ટિટ્યૂટના માથે છે. હવે આ જ લેબમાં કોરોના વાયરસની રસી શોધવામાં આવી હોવાનો દાવો કરવામાં આવે છે. ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીના જણાવ્યા પ્રમાણે આ રસી મોનોક્લોનલ રીતે કોરોના વાયરસ પર હુમલો કરે છે અને બિમાર લોકોના શરીરના અંદર જ કોરોના વાયરસનો ખાતમો કરી દે છે.
જૈવિક અને રાસાયણિક હથિયાર બનાવે છે આ ઈન્ટિટ્યૂટ
ઈઝરાયેલના ડિફેંસ વાયોલોજિકલ ઈન્સ્ટિટ્યૂટ દક્ષિણી તેલઅવિવથી 20 કિલોમીટર દૂર આવેલા નેસ જિઓનામાં છે. આ ઈન્સ્ટિટ્યૂટમાં 350થી પણ વધારે લોકો કામ કરે છે જેમાં 150 વૈજ્ઞાનિક છે. ઈઝરાયેલ માટે આ ઈન્સ્ટિટ્યૂટ કેટલુ મહત્વપૂર્ણ છે, તેનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય કે, તે સીધુ વડાપ્રધાન બેંઝામિન નેતાન્યાહુને જ રિપોર્ટ કરે છે. કોઈ પણ સંકટમાં આ સરકારી એજંસીઓ સાથે મળીને કામ કરે છે.
જમીનની અંદર બનેલી લેબમાં બને છે મોસાદ માટે ખાસ કેમિકલ
ઈઝરાયેલના ડિફેંસ બાયોલોજીકલ ઈન્સ્ટીટ્યૂટ દુનિયાની સૌથી રહસ્યમય લેબમાંની એક માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, તેમાં ઈઝરાય્યેલ જૈવિક અને કેમિકલ વેપન તથા આ પ્રકારના હુમલાથી બચવા માટેના હથિયાર વિકસીત કરે છે. આ ઉપરાંત અહીં ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદ માટે ઝેર પણ વિકસીત કરવામાં આવે છે. આ ઝેરનો ઉપયોગ દુનિયાભરમાં ઈઝરાયેલી દુશ્મનોની હત્યા માટે કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે, આ ઘાતક ઝેર અને કેમિકલ વેપન બનાવવા માટે ઈઝરાયેલે જમીનના પેટાળમાં ઉંડે ઉંડે એક લેબ વિકસીત કરી છે. બ્રિટિશ ગુપ્તચર અધિકારી ગાર્ડન થોમસના જણાવ્યા પ્રમાણે ઈઝરાયેલની આ સિક્રેટ લેબ અત્યાધુનિક સુરક્ષા ઘેરમાં છે. આ ઈન્સ્ટિટ્યૂટની ચારેકોર કોંક્રિટની દિવાલ બનાવવામાં આવી છે. તેના પરથી કોઈ જ વિમાનને ઉડવાની પણ મંજુરી નથી આપવામાં આવી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..