છોડે એ બીજા ઇઝરાયલ નહીં, ઈરાને સહેજ અવળચંડાઈ કરી અને F-35 ફાઇટર જેટ્સથી પરમાણુ ઠેકાણા પર વરસાવ્યા બૉમ્બ

ઇઝરાયલ અને તેના ઘોર વિરોધી ઈરાનની વચ્ચે સાઇબર એટેક ચરમ પર છે. તાજી ઘટનામાં ઇઝરાયલે જોરદાર સાઇબર હુમલો કરીને ઈરાનનાં પરમાણુ ઠેકાણામાં બે વિસ્ફોટ કરી દીધા છે. આમાંથી એક યૂરેનિયમ સંવર્ધન કેન્દ્ર અને બીજુ મિસાઇલ નિર્માણ કેન્દ્ર છે. એટલું જ નહીં, ઇઝરાયલે પોતાના ઘાતક F-35 ફાઇટરની મદદથી ઈરાનનાં પર્ચિન વિસ્તારમાં મિસાઇલ નિર્માણ સ્થળ પર હુમલો કર્યો અને તેને બરબાદ કરી દીધું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ઈરાનનો પરમાણુ કાર્યક્રમ 2 મહિના પાછળ ધકેલાયો

કુવૈતી સમાચાર પત્ર અલ ઝરીદાનાં રિપોર્ટ પ્રમાણે આ ઘટના ગત અઠવાડિયે થઈ હતી. સમાચાર પત્રએ જણાવ્યું કે ઇઝરાયલનાં સાઇબર હુમલાથી ગુરૂવારનાં ઈરાનનાં પરમાણુ સંવર્ધન કેન્દ્રમાં આગ લાગી ગઈ અને જોરદાર ધમાકો થયો. આ આખું કેન્દ્ર જમીનની અંદર બનાવવામાં આવ્યું છે. જણાવવામાં આવ્યું કે આ ઇઝારયલી હુમલા બાદ હવે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ 2 મહિના પાછળ ધકેલાઇ ગયો છે.

ઈરાની ઠેકાણા પર હુમલો કર્યો

અલ ઝરીદાએ જણાવ્યું કે, ગત શુક્રવારનાં ઇઝરાયલનાં F-16 સ્ટીલ્થ ફાઇટર જેટે પર્ચિન વિસ્તારમાં આવેલા એક ઈરાની ઠેકાણા પર હુમલો કર્યો અને અનેક બૉમ્બ વરસાવ્યા હતા. કહેવામાં આવે છે કે આ મિસાઇલ ઉત્પાદન કેન્દ્ર હતુ. નોંધનીય છે કે ઇઝરાયલનું કહેવું છે કે ઈરાન પોતાના હથિયાર અને મિસાઇલો સતત ઉન્નત બનાવી રહ્યું છે અને હવે તે આને યહૂદીઓનાં વિરોધી હિઝબુલમાં સપ્લાઇ કરી રહ્યું છે.

ઈરાનનાં હુમલાને ઇઝરાયલનાં સાયબર ડિફેન્સ સિસ્ટમે અસફળ કર્યો

આ બંને હુમલાઓની ઇઝરાયલે પુષ્ટિ નથી કરી. આ પહેલા એવો રિપોર્ટ સામે આવ્યો હતો કે ઈરાને એપ્રિલ મહિનામાં ઈઝરાયલનાં પાણીનાં સપ્લાયને હેક કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઈરાનનાં આ હુમલાને ઇઝરાયલનાં સાયબર ડિફેન્સ સિસ્ટમે અસફળ કરી દીધો હતો. જો ઈરાન પોતાના આ નિર્ણયમાં સફળ થઈ ગયું હોત તો પાણીની અંદર ક્લોરીનની માત્રા ખતરનાક રીતે વધી ગઈ હોત, જેના કારણે આખા દેશમાં પાણીની સમસ્યા ઉભી થઈ જાત.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો