દેશમાં કોરોનાવાયરસના લીધે 4 મોત થયા બાદ સરકારે એડવાઇઝરી આકરી કરી નાખી છે. પ્રવાસ સાથે જોડાયેલા અમુક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. સરકારે ગુરૂવારે નિર્ણય લીધો કે 22 માર્ચથી દેશમાં કોઇ પણ ઇન્ટરનેશનલ કમર્શિયલ પેસેન્જર ફ્લાઇટને આવવાની મંજૂરી આપવામાં નહીં આવે. આ પ્રતિબંધ એક અઠવાડિયા માટે રહેશે. સરકારે 10 વર્ષથીઓછી ઉંમરના બાળકો અને 65 વર્ષથી વધારેની ઉંમરના વડીલોને ઘરમાં રહેવાની સલાહ આપી છે.
સરકારની એડવાઇઝરી
1. 10 વર્ષથી ઓછી ઉંમરના બધા બાળકો ઘરમાં રહે
2. રાજ્ય સરકારો 65 વર્ષથી વધારેની ઉંમરના વડીલોને ઘરમાં રહેવા માટે એડવાઇઝરી જાહેર કરે. આ એડવાઇઝરી મેડિકલ સ્ટાફ, ગવર્મેન્ટ સ્ટાફ અને જનપ્રતિનિધિઓ પર લાગૂ નથી થતી.
3. રેલવે અને સિવિલ એવિએશન વિદ્યાર્થીઓ, બીમાર લોકો અને દિવ્યાંગ કેટેગરીમાં પ્રવાસ કરવા પર મળતી છૂટ સસ્પેન્ડ કરવામાં આવે.
4. માસ્ક અને સેનિટાઇઝર્સની વધારે કિંમત વસૂલનારા પર ફાર્મા ડિપાર્ટમેન્ટ અને કન્ઝ્યૂમર્સના મામલાઓનું વિભાગ કાર્યવાહી કરે.
કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપવા અપીલ
રેલવેએ ટ્રેનોમાં ભીડ ઓછી કરવા માટે દર્દીઓ, વિદ્યાર્થીઓ અને દિવ્યાંગોને છોડીને અન્ય શ્રેણીમાં ટિકિટોને 20 માર્ચની અડધી રાતથી આગામી આદેશ સુધી સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે ખાનગી ક્ષેત્રોને કહ્યું છે કે, તે પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપે. કેન્દ્ર સરકારનાં ગ્રુપ-બી તથા ગ્રુપ-સીનાં કર્મચારીઓને એક અઠવાડિયાની વચ્ચે ઑફિસ આવવાની સલાહ આપી છે અને સૌના ટાઇમિંગ અલગ કરી દેવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..