ખેડૂતે રાજાને કહ્યું કે હું રોજ 4 પૈસા કમાઉં છું, જેમાંથી 1 પૈસા કૂવામાં નાખું છું, બીજાથી ઉધાર ચૂકવું છું, ત્રીજો ઉધાર આપું છું અને ચોથો માટીમાં દબાવી દઉં છું

કોઈ નગરમાં એક રાજા રહેતા હતા. તે વેશ બદલીને પ્રજાનો હાલ જાણતો હતો. એક દિવસ રાજા વેશ બદલીને ખેતરોમાં ફરી રહ્યા હતા તો તેમણે જોયું કે એક ખેડૂત ફાટેલા જૂના કપડાંમાં વૃક્ષની નીચે બેસીને આરામથી ભોજન કરી રહ્યો છે.

રાજાને તેના ઉપર દયા આવી ગઈ અને તેમણે મદદ કરવાના ઉદ્દેશ્યથી પોતાના ખીસ્સામાંથી 4 સોનાના સિક્કા કાઢી અને ખેડૂતને કહ્યુ – આ સોનાના સિક્કા મને તારા ખેતરમાંથી મળ્યા છે એટલે તેના ઉપર તારો અધિકાર છે.

ખેડૂતે સહજતાથી કહ્યુ – ના, આ સોનાના સિક્કા મારા નથી, તેને તમે જ રાખી લો અથવા કોઈને દાન કરી દો. મને તેની કોઈ જરૂર નથી. હું રોજ ચાર પૈસા કમાઇ લઉં છું, તેમાં મારો ગુજારો થઈ જાય છે.

ખેડૂતે રાજાને કહ્યું કે હું રોજ 4 પૈસા કમાઉં છું, જેમાંથી 1 પૈસા કૂવામાં નાખું છું, બીજાથી ઉધાર ચૂકવું છું, ત્રીજો ઉધાર આપું છું અને ચોથો માટીમાં દબાવી દઉં છું, રાજાને આ વાત સમજ ન આવી, જાણો પછી શું થયું?

રાજાએ પૂછ્યુ – માત્ર ચાર પૈસા કમાઇને પણ તું આટલો ખુશ કેવી રીતે રહે છે? ખેડૂતે કહ્યુ – પ્રસન્નતા એ વાત ઉપર નિર્ભર નથી કરતી કે તમે કેટલી કમાણી કરો છો, પ્રસન્નતા તે ધનના ઉપયોગ ઉપર નિર્ભર કરે છે. રાજાએ પૂછ્યુ – આ ચાર પૈસામાં તું શું-શું કરી લે છે?

ખેડૂતે કહ્યુ – એક પૈસા હું કૂવામાં નાખી દઉં છું, બીજાથી ઉધાર ચૂકવી દઉં છું, ત્રીજા પૈસાથી ઉધાર આપું છું અને ચોથો માટીમાં દબાવી દઉં છું.

રાજાને આ જવાબ સમજ ન આવ્યો તેણે ખેડૂતથી તેનો અર્થ પૂછ્યો તો તેણે જણાવ્યું કે – હું એક પૈસા કૂવામાં નાખી દઉં છું એટલે પોતાના પરિવારના ભરણ-પોષણમાં લગાવી દઉં છું. બીજાથી ઉધાર ચૂકવું છું એટલે તેને હું પોતાના વૃદ્ધ માતા-પિતાની સેવામાં લગાવી દઉં છું અને ત્રીજા હું ઉધાર આપી દઉં છું એટલે પોતાના બાળકોની શિક્ષા-દીક્ષામાં લગાવી દઉં છું તથા ચોથા હું માટીમાં દબાવી દઉં છું એટલે તે રૂપિયાની બચત કરું છું જેથી સમય આવવા પર મારે કોઈ પાસે માંગવું ન પડે અને સમય આવવા પર હું આ પૈસાનો ઉપયોગ ધાર્મિક, સામાજિક અથવા અન્ય કામમાં કરી શકું.

રાજાને હવે ખેડૂતની વાત સમજમાં આવી ચૂકી હતી. તે જાણી ચૂક્યા હતા કે જો પ્રસન્ન અને સંતુષ્ટ રહેવું છે તો રૂપિયાનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.

બોધપાઠ

ખુશી અને રૂપિયા બંને જુદી-જુદી વસ્તુઓ છે. જરૂરી નથી કે જે વ્યક્તિ પાસે જેટલા રૂપિયા હોય છે તે એટલા ખુશ હોય. ઓછા રૂપિયા કમાનારા પણ વધુ કમાનારા કરતા ખુશ હોય શકે છે. આ બધુ એના ઉપર નિર્ભર કરે છે કે તમે રૂપિયાનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો