લૉકડાઉનમાં પોલીસની હૃદયસ્પર્શી કહાની: અમદાવાદનાં PIના ઘરે પારણું બંધાયું, હાલ બાળકને હોસ્પિટલમાં રાખવામાં આવ્યું છે છતા પોતે નિભાવી રહ્યાં છે ફરજ

લોકોના મનમાં પોલીસની છાપ સિક્કાની બે બાજુ જેવી હોય છે. કેટલાય લોકો પોલીસની સારી કામગીરી અને સારી છાપ જોતા હોય છે તો કેટલાય લોકો પોલીસની નકારાત્મક વાતો જ ધ્યાનમાં રાખતા હોય છે. પણ હાલ ચાલી રહેલી વૈશ્વિક મહામારી માં એક એવા અધિકારીની હૃદયસ્પર્શી કહાની સામે આવી છે જે વાંચીને કંપારી છૂટી જાય. આ કહાની જાણીને તમામ લોકોને ગુજરાત પોલીસ પર ગૌરવ થશે.

હાલ ચાલી રહેલી વૈશ્વિક મહામારી અને તેમા લોકડાઉનની પરિસ્થિતિ. આ પરિસ્થિતિ વચ્ચે પોલીસ દિવસ રાત રોડ પર ખડેપગે છે. જ્યાં લોકોને સેવા પુરી પાડવાની હોય ત્યાં મદદરૂપ થઈને સેવા પણ પુરી પાડે છે. આ પરિસ્થિતિ પાછળ એક અધિકારીની હૃદયસ્પર્શી કહાની સામે આવી છે. અમદાવાદનાં સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર રાજેન્દ્રસિંહ વાળાના ઘરે પાંચ દિવસ પહેલા પારણું બંધાયું. પીઆઇ વાળાનાં પત્નીએ બાળકને જન્મ આપ્યો હતો.

પીઆઈ આર એચ વાળા એ જણાવ્યું કે હાલ બાળકને હોસ્પિટલમાં રાખવામાં આવ્યું છે. ડોકટરના ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યું છે. પત્નીની તબિયત સુધારા પર હોવાથી તેમને રજા અપાઈ છે. હાલ હું આ પરિસ્થિતિમા પરિવારને ભલે સમય નથી આપી શકતો પણ પરિવારના અન્ય સભ્યો તમામ મદદ કરી પત્ની અને બાળકનું ધ્યાન રાખી રહ્યા છે. આઠ વર્ષની પુત્રીને પણ હું સમય નથી આપી શકતો. પણ દેશની આ પરિસ્થિતિમાં લોકોની સેવા કરવી એ અગત્યનું હોવાથી દિવસ રાત રોડ પર જ ફરજ નિભાવુ છું. અને જરૂરિયાત મંદ લોકોને જરૂર પડે ત્યારે જમવાનું કે અન્ય મદદ પણ પુરી પાડીએ છીએ. બસ લોકોની સેવા બાદ મારા બાળકની તબિયત સુધરે અને પરિવાર ખુશ રહે તેવા લોકોના આશીર્વાદ મળે એ જ પ્રાર્થના ભગવાનને છે.

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ જેણે લાખો લોકોનો ભોગ લીધો છે તેવી બીમારીનો પગોપેસારો ભારત દેશ અને ગુજરાત રાજ્યમાં થઈ ચૂક્યો છે. 21 દિવસના લોકડાઉનને આજે સાતમો દિવસ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર રાષ્ટ્ર બન્ધ છે. રોડ પર હાજર છે તો માત્ર પોલીસ, સરકારી કર્મીઓ, સફાઈ કર્મીઓ અને મીડિયા કર્મીઓ. જેમને ઈશ્વરનું અભય વરદાન છે અને તેમાં પણ મહત્વની ભૂમિકા પોલીસની રહેતી હોય છે. ત્યારે આ ભૂમિકા પાછળ આ એક અધિકારીની જ નહીં પણ આવા અનેક અધિકારીઓની હૃદયસ્પર્શી કહાની છુપાયેલી છે. અને આવા સેવાભાવી અધિકારીઓને લાખ લાખ સલામ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો