ઓક્સફોર્ડની વેક્સીના ભારતીય કંપની બનાવી રહી છે 40 કરોડ ડોઝ, અંદાજે 1000 રૂપિયાની કિંમતે વર્ષના અંત સુધીમાં ઉપલબ્ધ થશે

ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સીનનું હ્યુમન ટ્રાયલ ભારતમાં પણ થશે. દેશમાં આ ટ્રાયલ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ઓગસ્ટના અંત સુધી 5 હજાર વોલન્ટિયર્સ પર કરશે. કંપનીના સીઈઓ અદર પૂનાવાલાના જણાવ્યા પ્રમાણે, જો ટ્રાયલ સફળ રહેશે તો 2021ના પહેલા ક્વાર્ટર સુધી વેક્સીનના 30થી 40 કરોડ ડોઝ તૈયાર કરવામાં આવશે. વેક્સીન આ વર્ષના અંત સુધીમાં આવી શકે છે. વેક્સીનના એક ડોઝની કિંમત 1 હજાર રૂપિયા અથવા તેનાથી ઓછી હોઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ઓક્સફોર્ડ યુનિવર્સિટી સીરમ ઈન્સ્ટિટ્યૂટની સાથે મળીને વેક્સીન તૈયાર કરશે. આ વેક્સીનનો સપ્લાય ભારત સહિત 60 બીજા દેશોમાં થશે. કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સીન 50 ટકા ભારત માટે હશે.

પુણેમાં 4થી 5 હજાર વોલન્ટિયર્સને વેક્સીન આપવામાં આવશે

અદર પૂનાવાલાના જણાવ્યા પ્રમાણે, અમે ટ્રાયલની મંજૂરી માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાને અરજી કરી છે. મંજૂરી મળવામાં એકથી બે સપ્તાહનો સમય લાગી શકે છે. ટ્રાયલ માટે દર્દીઓ સુધી વેક્સીન પહોંચવામાં ત્રણ સપ્તાહનો સમય લાગશે. પુણે અને મુંબઈમાં થનારા ટ્રાયલમાં 4થી 5 હજાર વોલન્ટિયર્સને વેક્સીન આપવામાં આવશે કેમ કે, અહીં સંક્રમણના સૌથી વધારે કેસ નોંધાયા છે. આ ત્રીજા તબક્કાનું ટ્રાયલ છે.

દર મહિને 7 કરોડ ડોઝ તૈયાર કરવાની યોજના

અદર પુનાવાલાના જણાવ્યા પ્રમાણે, પ્રારંભિક તબક્કાના ટ્રાયલમાં સાબિત થઈ ગયું છે કે વેક્સીન સુરક્ષિત છે એટલા માટે દેશમાં થનારા વેક્સીન ટ્રાયલમાં વૃદ્ધો અને હેલ્થ વર્કરને પણ સામેલ કરવામાં આવશે. વેક્સીન તૈયાર કરવા માટે કંપની વિશેષ મંજૂરી લેશે જેથી દર મહિને 7 કરોડ ડોઝ તૈયાર કરી શકાય.

કંપનીએ 30 લાખ ડોઝ તૈયાર કર્યા

સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓના જણાવ્યા પ્રમાણે, જો બધું યોજના પ્રમાણે થશે તો ત્રીજા તબક્કાના ટ્રાયલમાં બે મહિનાનો સમય લાગશે અને ત્યારબાદ નવેમ્બર સુધી મંજૂરી મળી શકે છે. હાલની પરિસ્થિતિ અનુસાર, તેને આવતા વર્ષે પ્રથમ કે બીજા ક્વાર્ટરમાં લોકો સુધી પહોંચાડી શકાય છે. કંપનીએ વેક્સીનના 30 લાખ ડોઝ તૈયાર કર્યા છે. તેનું નિર્માણ મશીનરી ક્ષમતા અને સચોટ પરિણામ જાણવા માટે કરવામાં આવ્યું છે.

ક્લિનિકલ ટ્રાયલમાં અસરકારક સાબિત થઈ વેક્સીન

સોમવારે ક્લિનિકલ ટ્રાયલના પરિણામ જાહેર કરતા ઓક્સફોર્ડ યુનિવર્સિટીના જણાવ્યા પ્રમાણે, પરિણામ સારા રહ્યા છે. સોમવારે મેડિકલ જર્નલ ધ લાન્સેટમાં પ્રકાશિત રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, આ વેક્સીન સંપૂર્ણ રીતે સુરક્ષિત અને અસરકારક છે. આ જાણકારી બાદ ઓક્સફોર્ડની વેક્સીન ફ્રંટરનર વેક્સીનની લિસ્ટમાં આગળ આવી ગઈ છે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીની તરફથી કરવામાં આવેલી ટ્વીટમાં જણાવ્યા પ્રમાણે, AZD1222 નામની આ વેક્સીન આપ્યા બાદ સારો ઈમ્યુન રિસ્પોન્સ મળ્યો છે. વેક્સીન ટ્રાયલમાં રોકાયેલી ટીમ અને ઓક્સફોર્ડની મોનિટરિંગ ટીમને આ વેક્સીનની સુરક્ષા અંગે કોઈ ચિંતા જોવા મળી ન હતી અને તેને જોરદાર રિસ્પોન્સ મળ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો