ચીન બોર્ડર પર તૈનાત જવાને દેશવાસીઓને કરી આ અપીલ, ઇન્ટરનેટ પર વિડીયો થયો વાયરલ તમે પણ જુઓ.

ભારતે ચીન સાથે જોડાયેલી 3488 કિમી લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે પોતાની તાકાત વધારવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ચીન વાસ્તવિક નિયંત્રણ રેખાની બીજી તરફ સતત સૈન્ય નિર્માણ કરી સૈનિકોની તૈનાતી વધારી રહ્યો છે. તેની વચ્ચે જ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ચીન બોર્ડર પર તૈનાત એક ભારતીય જવાને ભારતવાસીઓને અપીલ કરી છે. આ વીડિયો તેમણે પોતે રેકોર્ડ કર્યો છે. તેમણે ભારતીયોને ચીનની એપ અને સામાનનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. ફેસબુક પર આ વીડિયો વાયરલ થઈ ચૂક્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ફેસબુક પર આ વીડિયોને રાજીવ જાખડ નામના એક યૂઝરે શેર કર્યો છે. સાથે જ કેપ્શનમાં લખ્યું છે, મિત્રો આ ભાઈનું પણ સાંભળો. વીડિયોમાં જોઈ શકાય છે કે, ભારતીય જવાન કહે છે કે, હૈલ્લો દોસ્તો, અમે ચીન બોર્ડર પર જઈ રહ્યા છે અને આ રોડ છે જે એક રીતે છે જ નહીં. છતાં આ રસ્તાના માધ્યમે અમારે પહોંચવાનું છે. કારણ કે એક જગ્યા પર આવ્યા પછી રોડ ખતમ થઈ જાય છે. ત્યાર પછી પહાડોની વચ્ચેથી અમારે જવાનું હોય છે. આ અમારી ટ્રેક છે, જેના દ્વારા અમે જઈ રહ્યા છે.

ત્યાર પછી ભારતીય જવાને લોકોને ચીની સામાન અને મોબાઈલ એપને બૉયકૉટ કરવાની અપીલ કરી છે. તેમણે આગળ કહ્યું કે, તમે ત્યાં મસ્ત રહો અને અમે અહીં દેશ માટે બીજુ કશુ કરી રહ્યા છે. તમે લોકો પણ ત્યાં ચીની એપને ડીલિટ કરો યાર. બહિષ્કાર કરો તેમનો, તેમના સામાનોનો પણ. દેશભક્તિ જગાઓ પોતાના દિલમાં, અમે પણ દેશભક્તની જેમ અહીં છે. આટલી મુશ્કેલ જગ્યા પર અમે ડ્યૂટી કરી રહ્યા છે. તમે ઘરે રહી આંગળીઓથી તો તેનો બહિષ્કાર કરી જ શકો છો. કરો યાર..સારુ લાગશે અમને..અમારી પણ મદદ થશે. આવજો…

ફેસબુક પર આ વીડિયોને 25 જૂનના રોજ શેર કરવામાં આવ્યો હતો, ત્યાર પછી 3.7 મિલિયન વ્યૂ થઈ ચૂક્યા છે. સાથે જ 1 લાખથી વધારે શેર, 800થી વધારે કમેન્ટ્સ અને 81 હજારથી વધારે રિએક્શન મળી ચૂક્યા છે. લોકોને આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે. લોકો પણ ભારતીય જવાનને સપોર્ટ કરી રહ્યા છે.

એક યૂઝરે લખ્યું, સર તમે એકદમ સાચુ કહ્યું છે. મેં મારા ફોનમાંથી ચીનની એપ ડિલીટ કરી દીધી છે. અમે સૌ તમારી સાથે છીએ. તો અન્ય એક યૂઝરે લખ્યું, જય હિંદ..જરૂર અમારા પરિવારે ચીની એપ ડિલીટ કરી દીધી છે અને હવે કોઈપણ ચીનનો સામાન ખરીદશે નહીં અને આ એક ભારતીયની જવાબદારી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો