ઘાયલ સૈનિકે જણાવી ચીનનાં આખા ષડયંત્રની કહાની, માત્ર 200 ભારતીય સૈનિકોએ 1000 ચીનાઓને ભણાવ્યો પાઠ

લદ્દાખની ગલવાન ખીણમાં ચીન અને ભારતનાં સૈનિકોની વચ્ચે થયેલા લોહિયાણ સંઘર્ષમાં જવાન સુરેન્દ્ર સિંહ ઘાયલ થઈ ગયા હતા. તેમની સારવાર લદ્દાખની સૈનિક હૉસ્પિટલમાં ચાલી રહ્યો છે, જ્યાં તેઓ 12 કલાક બાદ ભાનમાં આવ્યા છે. સાથે જ પહેલીવાર કોઈ ઘાયલ સૈનિકે ચીનનાં આખા ષડયંત્રની કહાની જણાવી છે. જવાન સુરેન્દ્ર સિંહે જણાવ્યું કે, ચીની સૈનિકોએ દગાથી ગલવાન ખીણથી નીકળનારી નદી પર અચાનક ભારતીય સૈનિકો પર હુમલો કર્યો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ભારતનાં લગભગ 200 સૈનિકો જ હતા

લગભગ 4થી 5 કલાક નદીમાં જ સૈનિકોની વચ્ચે લોહિયાળ સંઘર્ષ ચાલતો રહ્યો. તે સમયે ભારતનાં લગભગ 200 સૈનિકો હાજર હતા, જ્યારે ચીનનાં 1 હજારથી વધારે સૈનિકો હતા. તેમણે જણાવ્યું કે ગલવાન ખીણની નદીમાં હાડ-માંસ ગાળી દે તેવા ઠંડા પાણીમાં આ લોહિયાળ સંઘર્ષ ચાલતો રહ્યો. તેમનું કહેવું છે કે જ્યાં આ સંઘર્ષ થયો તે નદીનાં કિનારે માત્ર એક આદમી નીકળી શકે તેવી જગ્યા હતી. આ કારણે ભારતીય સૈનિકોને ખુદને સંભાળવામાં ભારે મુશ્કેલી થઈ, નહી તો ભારતીય સૈનિકો કોઈથી કમ નહોતા. ભારતીય સૈનિકોએ પણ ચીનનાં સૈનિકોને સારો પાઠ ભણાવી શકતા હતા, પરંતુ તેમણે દગાથી અને ષડયંત્ર રચીને હુમલો કર્યો.

5 ફૂટ ઊંડા પાણીમાં લગભગ 5 કલાક સંઘર્ષ

તેમણે ફોન પર જણાવ્યું કે તેઓ હવે સ્વસ્થ છે અને લદ્દાખની સૈનિક હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમના એક હાથમાં ફેક્ચર છે અને માથામાં લગભગ 12 જેટલા ટાંકા છે. તેમણે એ ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 5 ફૂટ ઊંડા પાણીમાં લગભગ 5 કલાક ચાલેલા સંઘર્ષમાં માથામાં ઈજા થવાથી તેઓ ઘાયલ થઈ ગયા હતા અને અન્ય સૈનિકોએ તેમને બહાર નીકાળ્યા. તેઓ ત્યાં સુધી ભાનમાં હતા, ત્યારબાદ તેઓ લદ્દાખની હૉસ્પિટલમાં આવીને લગભગ 12 કલાક પછી ભાનમાં આવ્યા. આ ઝઘડામાં તેમનો મોબાઇલ અને અન્ય કાગળો પણ નદીનાં પાણીમાં પડી ગયા.

જાંબાજ સુરેન્દ્ર સિંહ રાજસ્થાનનાં અલવર જિલ્લાનાં નૌગાંવા ગામનાં રહેવાસી છે. સુરેન્દ્ર સિંહે જણાવ્યું કે ભારતીય સૈનિક કોઈપણ દુશ્મન દેશનાં સૈનિકોને પહોંચી વળવા હંમેશા તત્પર રહે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો