પત્નીનું અન્ય યુવક સાથે ચક્કર ચાલતું હોવાનું માલુમ પડતા પતિએ જાસૂસી કરીને પરિણીતાને રંગેહાથ પકડી લીધા બાદ હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો. જોકે, આ અંગે પતિ, પત્ની કે પ્રેમીએ પોલીસ ફરિયાદ કરી નથી. પતિએ પત્નીને રંગેહાથ પકડવા માટે તેને કહ્યા વગર ઘરે આવી ગયો હતો અને આખરે પરિણીતાને તેના પ્રેમી સાથે એક ખંડેર જગ્યાએથી પકડી પાડ્યા હોવાની વિગતો સામે આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં બનેલી ઘટનામાં સેનામાં નોકરી કરતા પતિને પત્નીના પરપુરુષ સાથે આડા સંબંધ હોવાની શંકા હતા અને તેના આધારે તેણે પત્નીને કહ્યા વગર રજા લઈને તે પોતાના શહેરમાં આવી ગયો હતો, જોકે, તે પોતાના ઘરે જવાના બદલે મિત્રના ઘરે રોકાયો હતો અને પત્નીની દિનચર્યા પર નજર રાખી રહ્યો હતો. આવામાં એક દિવસ જ્યારે પતિ પત્નીનો પીછો કરીને ઉન્નાવના પીડી નગરમાં આવેલા ખંડેર પાસે ગયો ત્યારે તેને ત્યાં જે જોવા મળ્યું તે જોઈને હોશ ઉડી ગયા હતા. સેનાના જવાન પતિએ જોયું કે પત્ની તેના પ્રેમી સાથે પ્રેમલીલા કરી રહી હતી. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ પરિણીતા અને તેના પ્રેમીએ પતિ પર હુમલો કરી દીધો હતો.
પતિએ પત્નીને તેના પુરુષ મિત્ર સાથે જે જગ્યાએ પકડ્યો હતો ત્યાં પતિ પર થયેલા હુમલામાં તે ઘાયલ થઈ ગયો હતો. આ પછી મોટો હોબાળો થતાં આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને ત્રણેને છૂટા પાડવાની કોશિશ કરી હતી. આ પછી પતિ તેની પત્નીને પકડીને કોતવાલી લઈ આવ્યો અહીં પણ પત્ની અને પતિ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં પતિએ પત્ની પર તેની ગેરહાજરીમાં પરપુરુષ સાથે પ્રેમલીલા કરવાના આક્ષેપ કર્યા હતા તો પત્નીએ બન્ને વચ્ચે એવું કશું ન હોવાનું કહીને પોતાનો બચાવ કર્યો હતો. વાયરલ થયેલા વિડીયોમાં પત્ની પતિને કહી રહી છે કે, “મારું તે પુરુષ સાથે કોઈ કનેક્શ નથી, શા માટે તમે જબરજસ્તી કરી રહ્યા છો. શું મેં તમને માર્યા છે?”
રિપોર્ટ્સ મુજબ પતિ પત્ની વચ્ચે ઉત્તરપ્રદેશના ઉન્નાવ માં હાઈવોલ્ટેજ ડ્રામા બાદ પણ પતિએ પત્નીએ કે પછી પ્રેમીએ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવી નથી. બીજી તરફ પતિ અને પત્ની વચ્ચે સમાધાન થાય તે અંગે પણ સતત પ્રયત્નો કરાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..