લૉકડાઉનમાં વતન તરફ પગપાળા નીકળેલા મજૂરે રસ્તામાં આત્મહત્યા કરી લેતા ખળભળાટ

દેશમાં રાષ્ટ્રીય લૉકડાઉન 3(Lockdown3) આવતીકાલથી લાગુ થવાનું છે. અનેક મજૂરોને પોતાના (Migrant Labors)ને તેમના વતનમાં જવાની મંજૂરી મળી છે ત્યારે દેશમાં સૌને હચમચાવી મૂકે તેવી ઘટનાઓ સામે આવી રહી છે. ગઈકાલે સિમેન્ટના મિક્સરમાં બેસીને વતન જઈ રહેલા મજૂરો ઝડપાયા બાદ વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. દેશના તેલંગાણા રાજ્યમાંથી મહારાષ્ટ્રમાં વતન તરફ પગપાળા દોટ મૂકેલા મજૂરે આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. મજૂરે લૉકડાઉનમાં નોકરી ગુમાવતા હીજરત કરવાનો વારો આવ્યો હતો અને પૈસા અને ધીરજ ખૂટી પડતા તેણે રસ્તામાં જ જીવન ટૂંકાવી લીધું હતું.

બનાવની વિગત એવી છે કે ગઈકાલે મહારાષ્ટ્રના ગીરાડ પોલીસ મથકની હદમાં એક 45 વર્ષના મજૂરની ગળેફાંસો ખાધેલી અવસ્થામાં લાશ મળી આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ મૃતકનું નામ અમરસિંઘ મડાવી છે અને તે મહારાષ્ટ્રના ગોંદીયા જિલ્લાનો રહેવાસી હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ગીરાડ પોલીસ મથકમાં એક ખેડૂતે ફોન કરીને જાણ કરી હતી કે તેણે ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં એક મજૂરની લાશ જોઈ છે. આ ફોન બાદ ગિરાડ પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ કરતા તે 45 વર્ષનો અમરસિંઘ મડાવી હોવાનું જાણવા મળ્યું હતું.

અમરસિંઘના ખીસ્સામાંથી મળી આવેલા મોબાઇલના મારફતે તેના પરિવારનો સંપર્ક કરવામાં આવતા પરિવારજનોએ જણાવ્યું કે તેની નોકરી જતી રહેતા તે તેલંગાણાથી પગપાળા મહારાષ્ટ્ર આવવા માટે નીકળ્યો હતો.

અમરસિંઘે તેના સાથીઓને જણાવ્યું હતું કે હૈદરાબાદમાં નોકરી જતી રહી અને તેની પાસે રોકડનો અભાવ હતો. દરમિયાન પોતાના વતનથી 145 દૂર તેણે રસ્તામાં આત્મહત્યા કરી લેતા હાહાકાર મચી ગયો છે. હૈદરાબાદથી મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં પરત ઘરે આવવા માટે 20 જેટલા મજૂરોનું ટોળું પગપાળા નીકળ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો