ગુજરાતની સરકાર ભ્રષ્ટ્રાચાર મુક્ત ગુજરાતની વાત કરે છે, પણ સરકારની આ વાત ખોટી શાબિત થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, અવારનવાર 25, 35 કે 50 હજાર રૂપિયાના પગારદાર સરકારી અધિકારીઓ 5, 10 કે 15 હજાર રૂપિયાની લાંચ લેતા પકડાઈ જાય છે અને જ્યારે આ અધિકારીઓની સંપતિની તપાસ કરવામાં આવે છે ત્યારે તેઓની સંપતિ આવક કરતા 100થી 200 ગણી વધારે હોય છે. આ વાત જ સ્પષ્ટ કરે છે કે, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના સરકારના દાવાઓ પોકળ શાબિત થયા છે. વિરમગામના માંડલ ગામમાંથી 25 હજાર રૂપિયાના પગારદાર કોન્સ્ટેબલની લાંચ લેવા બદલ ધરપકડ કરી તેની સંપતિની તપાસ કરતા ACBના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા કારણ કે, કોન્સ્ટેબલની પાસે તેની આવક કરતા 129% વધારે વધારે સંપતિ હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
રિપોર્ટ અનુસાર LCBમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જગદીશ ચાવડા નામના કોન્સ્ટેબ તેના મળતિયા દશરથ ઠાકોરની સાથે વિરમગામના માંડલ ગામમાં મટકા અને જુગારનો ધંધો ચાલવતા કૌશિક ઠાકોરની ઘરે ગયો હતો. હાલ કૌશિક ઠાકોરે મટકા અને જુગારનો ધંધો બંધ કર્યો હોવા છતાં પણ તેની પાસેથી કોન્સ્ટેબલ જગદીશ ચાવડાએ 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી. ત્યારબાદ બંને વચ્ચે પતાવટ કરવા માટે 40 હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું. આ સમગ્ર મામલે કૌશિક ઠાકોરે ACBને માહિતી આપતા ACBએ છટકું ગોઠવીને કોન્સ્ટેબલ જગદીશ ચાવડાને લાંચ લેતા ઝડપી લીધો હતો.
કોન્સ્ટેબલ જગદીશ ચાવડાની ધરપકડ કરીને તેની સામે ગુનો દાખલ કરીને ACBએ જગદીશ ચાવડાની સંપતિની તપાસ શરૂ કરી હતી. તે સમયે જાણવા મળ્યું હતું કે, 1 એપ્રિલ 2012થી 8 જૂન 2020 સુધીના સમય દરમિયાન કોન્સ્ટેબલે તેની આવક કરતા 129.21% વધારે સંપતિ વસાવી છે. આ સંપતિમાં કોન્સ્ટેબલે પત્નીના નામે જીપ કમ્પાસ, વેરના કારની ખરીદી કરી છે. બંને કારની કિંમત 34 લાખ રૂપિયા થાય છે. આ ઉપરાંત વેજલપુર વિસ્તારમાં આવેલી બાજીગર સોસાયટીમાં 26 લાખના એક ટેનામેન્ટ અને મોરૈયાની કેસર સિટીમાં 8 લાખના એક ફ્લેટની પણ ખરીદી કરી છે. ACBને કોન્સ્ટેબલના બેંકના ખાતામાંથી 15 લાખ રૂપિયા રોકડા અને બીજા બેંકના ખાતામાંથી પત્ની અને પુત્રના નામની 22 લાખની FD મળી આવી હતી. ACBની 15 દિવસની તપાસમાં આટલા ખુલાસા થયા છે. ACBને વધુમાં જાણવા મળ્યું હતું કે, કોન્સ્ટેબલે આ તમામ મિલકત વસાવવા માટે 8 વર્ષમાં અલગ-અલગ બેંક ખાતામાં 83.42 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા.
તમામ સંપતિ બાબતે કોન્સ્ટેબલની ACBના અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે કોન્સ્ટેબલ જગદીશ ચાવડા કોઈ જવાબ આપી શક્યો નહીં. એટલા માટે તેની સામે બેનામી સંપતિનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..