નવસારીમાં સામે આવી હ્રદય હચમચાવી નાખે એવી આ ઘટના, 6 મહિનાથી ફ્લેટમાં કેદ પરિવારના ઘરમાંથી નીકળ્યો ચાર ટ્રેક્ટર કચરો

સંસ્કારી નગરી નવસારીનો એક હ્રદયદ્વાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક એપાર્ટમેન્ટમાં રહેતી નિરાધાર જૈન વિધવા અને તેના ત્રણ સંતાનો આર્થિક સંકડામણથી માનસિક સંતુલન ગુમાવી બેઠા હતા અને છેલ્લા છ મહિનાથી પોતાના જ ઘરમાં કેદ હતા. ઘરમાંથી અસહ્ય દુર્ગંધ આવતા સોસાયટીના રહિશોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતા ઘરમાંથી ચાર ટ્રેક્ટર ભરીને કચરો અને 300 જોડી પગરખા વચ્ચે વિધવા અને તેનો દિવ્યાંત પુત્ર મળી આવતા પોલીસે સફાઈ કામ કરાવી પરિવારજનોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ઘરના મોભીનું 16 વર્ષ પહેલા મોત થયું

નવસારીના સયાજી રોડ પર આવેલા પ્રિયંકા એપાર્ટમેન્ટના ત્રીજા માળે અનિલભાઈ શાહ તેમના ધર્મપત્ની મીતાબેન (ઉ.વ.61) પુત્રી દુરીતા (ઉ.વ.37) તેમજ બે પુત્રો સુપત (ઉ.વ.29) અને સંભવ (ઉ.વ.21) વર્ષોથી રહેતો હતો. આ સુખી સંપન્ન પરિવારના મોભી અનિલભાઈ શાહનું 16 વર્ષ અગાઉ અવસાન થતાં પરિવારની પનોતી બેઠી હતી. ત્રણ સંતાનો પૈકી એક દિવ્યાંગ પુત્ર સહિતના પાલનપોષણની જવાબદારી મીતાબેનના માથે આવી પડી હતી. તેઓ ધીરે ધીરે ડિપ્રેશનના ભોગ બન્યા અને ત્યારબાદ માનસિક સંતુલન ગુમાવી બેઠા હતા. બીજી તરફ પુત્રી દરીતા અને મોટો પુત્ર સુપત નોકરી માટે આમ તેમ ભટકવા લાગ્યા હતા. છુટક આજીવિકાના લીધે તેમની પણ મનઃસ્થિતિ બગડી હતી. દરમિયાન તેમના સગા સંબંધી તરફથી મળતા કપડા, પગરખા વગેરેનો તેમણે ઘરમાં ઢગલો કરવા માંડ્યો હતો.

સોસાયટીનું મેન્ટેનન્સ ન ભરતા પાણી કનેક્શન કાપી નાખ્યું

ખાવા પીવાની ચીજવસ્તુની પ્લાસ્ટિક થેલીઓનો કચરો પણ રૂમમાં એકત્રિત કરવા લાગ્યા હતા. આ પરિવારે સોસાયટીના મેન્ટેનન્સના 15 હજાર નહીં ભરતા સોસાયટીએ તેમના ઘરનું નળ કનેકશન કાપી નાંખ્યું હતું. આથી પાણી મેળવવા બે ભાઇ બેન ત્રીજા માળેથી નીચે પાણી લેવા જવા મજબુર બન્યા હતા. જરૂરિયાત પુરતું પાણી લાવી ઉપયોગ કરતા તેમણે ન્હાવા ધોવાનું અને કપડા ધોવાનું પણ બંધ કર્યું હતું. વિધવા મહિલા અને તેના દિવ્યાંગ પુત્રનાં મળમૂત્ર પણ પથારીમાં જ થતા ચારે તરફ દુર્ગંધ પ્રસરી હતી. જેથી બીજા માળે રહેતા રહિશે નવસારી ટાઉન પોલીસમાં અરજી આપી હતી.

પોલીસ પણ ઘરની હાલત જોઈ ચોંકી ગઈ

ગંદકીથી રોગચાળો ફેલાવાની દહેશત વ્યક્ત કરતા પોલીસ તપાસ માટે આ સ્થળે જતાં સમગ્ર કિસ્સો બહાર આવ્યો હતો. પોલીસે કચરાની વચ્ચે નિઃસહાય પડેલા દિવ્યાંગ પુત્ર સુપત અને તેની માતા મીતાબેન તેમજ પુત્રી દુરીતા અને પુત્ર સંભવને એમ્બ્યુલન્સ દ્વારા નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવી ફ્લેટની સફાઈ કામગીરી હાથ ધરાવી હતી. જેમાં ચાર ટ્રેક્ટર ભરીને કચરો ઘરમાંથી સફાઈ દરમિયાન નીકળ્યો હતો. 300 જોડી પગરખા, એંઠા વાસણો ગંદકીની ભરમારને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. પોલીસે કાયદેસર કાર્યવાહી કરવા ગઇ હતી પરંતુ બદતર સ્થિતિ જોઈ અંચલિત થઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો