હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ભારે ચર્ચામાં આવ્યો છે અને લોકો એ પોલીસ કોનસ્ટેબલના વખાણ પણ કરી રહ્યા છે. આ વીડિયો તેલંગાણાના હૈદરાબાદનો છે. કે જ્યાં એક ટ્રાફિક કોન્સ્ટેબલનો એમ્બ્યૂલન્સ આગળ દોડતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ટ્રાફિક જવાનને અસલી હીરો ગણાવીને આ વીડિયો આગળ વાયરલ થઈ રહ્યો છે અને બધા પોલીસની પ્રશંસા કરી રહ્યા છે.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે એક એમ્બ્યૂલન્સ વાન ટ્રાફિક જામમાં ફસાઈ હતી. દર્દીનો જીવ બચાવવા માટે એમ્બ્યૂલન્સનું સમય પર પહોંચવું જરૂરી હતું. ટ્રાફિક કોન્સ્ટેબલ ટ્રાફિકનો રસ્તો સાફ કરાવવા માટે લગભગ બે કિલોમીટર સુધી દોડ્યો હતો. કોન્સ્ટેબલ જી બાબજીએ જોયું કે સાંજનો સમય છે અને એમ્બ્યૂલન્સમાં દર્દી છે અને તે ટ્રાફિકમાં ફસાઈ ગયા છે. જી બાબજીએ તરત એમ્બ્યૂલન્સની સામે આવીને રસ્તો કરવાનું શરૂ કર્યું.
HTP officer Babji of Abids Traffic PS clearing the way for ambulance..Well done..HTP in the service of citizens..👍👍@HYDTP pic.twitter.com/vFynLl7VVK
— Anil Kumar IPS (@AddlCPTrHyd) November 4, 2020
સમય વેડફ્યા વગર ફટાફટ લોકોને એક તરફ કરીને એમ્બ્યૂલન્સ માટે રસ્તો સાફ કરવા લાગ્યા. બાબજીએ કહ્યું કે તેમણે એમ્બ્યૂલન્સનો રસ્તો સાફ કરવા માટે દરેક પ્રયાસ કર્યા. લગભગ 7 વાગ્યાનો સમય હતો, એમ્બ્યૂલન્સ જીપીઓ જંક્શન પહોંચી. મારી નજર એમ્બ્યૂલન્સ પર પડી જે જામમાં ફસાયેલી હતી. મને લાગ્યું કે કાંઈક કરવું પડશે. કેમ કે સમય કિમતી હતો. હું આંધ્ર બેન્ક તરફ ભાગ્યો અને એમ્બ્યૂલન્સ માટે થોડી જગ્યા બનાવવા માટે મોટર ચાલકોને નિવેદન કર્યું. કોન્સ્ટેબલની ઈમાનદારી જોઈને મોટર ચાલકોએ પ્રશંસામાં તાળીઓ વગાડવાની શરૂ કરી દીધી. તો જુઓ આ સરસ વીડિયો…
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..