સુરત શહેરના પાંડેસરામાં વતનમાં પત્નીએ આપઘાત કરી લીધો હોવાની જાણ થયાના બે કલાકમાં જ પતિએ હાથ કાપી ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હોવાની ઘટના સામે આવી છે. આપઘાત કરનાર પ્રદીપ અને રીતુના બે મહિના પહેલાં જ લગ્ન થયા હતા. પ્રદીપે 40 મિનિટ પત્ની રીતુ સાથે વાત કર્યા બાદ રીતુએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પાંડેસરા પોલીસે પ્રદીપના આપઘાત બાદ તપાસ હાથ ધરી છે
ગુરુદત્ત શુકલા (મૃતક પ્રદીપના મામા) એ જણાવ્યુ હતું કે, 6 વર્ષથી પ્રદીપ તેમની સાથે રહી સાડીની દુકાનમાં કામ કરતો હતો. બે મહિના પહેલાં જ લગ્નગ્રંથીથી જોડાયો હતો. પત્ની રીતુ વતન યુપી અલ્હાબાદ પરિવાર સાથે રહેતી હતી. 10 ડિસેમ્બર 2020ના રોજ લગ્ન બાદ પ્રદીપ 16 જાન્યુઆરી 2021ના રોજ સુરત પરત ફર્યો હતો.
મૃતકના મામાએ વધુમાં જણાવ્યું હતું કે, આજે સવારે પત્ની રીતુ સાથે પતિ પ્રદીપે 40 મિનિટ ફોન પર વાત કરી હતી. ત્યારબાદ પત્નીએ ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હોવાના સમાચાર મળતા જ પ્રદીપ બે કલાકના સમય ગાળામાં જ તેના ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. સવારે બનેલી આ ઘટના બાદ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસે જણાવ્યું હતું કે, પત્નીએ વતનમાં ફાંસો ખાઈ લીધો હોવાની ટેલિફોનિક જાણ થતા જ પ્રદીપે પણ પોતાના જ રૂમમાં હાથ કાપી ફાંસો ખાઈ લીધો હોવાનું અનુમાન છે. પ્રદીપ રીંગરોડ કાપડ માર્કેટની સાડીની દુકાનમાં કામ કરતો હતો. પાંડેસરા તેરે નામ ચોકડી મહાલક્ષ્મીનગરમાં બનેલી ઘટના બાદ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..