જેલમાંથી જામીન ઉપર છૂટેલા પતિએ બહાર આવતા જ પત્નીની કરી હત્યા, ત્રીજા માળેથી મળી લાશ

દેશની રાજધાની દિલ્હીમાંથી ક્રાઈમની (delhi crime news) એક ખૌફનાક ઘટના સામે આવી છે. અહીં જેલમાંથી જામીન ઉપર છૂટેલા પતિએ પત્નીની હત્યા (husband killed wife) કરી નાંખી હતી. ત્યારબાદ લાશને પથારીમાં ફેંકીને ફરાર થયો હતો. પોલીસે આરોપીને ધરપકડ કરીને (police arrested husband) ફરીથી જેલ ભેગો કર્યો હતો. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે પત્ની છાસવારે ઝઘડો કરતી હતી. પહેલા પણ વિવાદ કરતી હતી. એટલા માટે તેને મારી નાંખી હવે મારો બદલો પુરો થયો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પતિ પત્ની વચ્ચે છાસવારે ઝઘડો થતો હતો
આ ઘટના તુગલકાબાદ એક્સટેન્શનમાં શનિવારે સામે આવી છે. અહીં એક મકાનના ત્રીજા માળ ઉપર મહિાલની લાશ મળી હતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. લાશનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

મૃતક યુવતીની ઓળખ ઝરના રૂપમાં થઈ હતી. તે લોકોના ઘરમાં જઈને કામ કરતી હતી. તેમના પતિ નંદા નાયકની સાથે સંબંધ સારો ન્હોતો. દંપતી વચ્ચે છાસવારે ઝઘડો થતો હતો.

દુપ્પટાથી ગળે ટુંપો આપીને ઉતારી મોતને ઘાટ
મળતી માહિતી પ્રમાણે શનિવારે સાંજે નંદા અને પત્ની ઝરનાની વચ્ચે અડધી રાત્રે વિવાદ થયો હતો. ત્યારબાદ આરોપીએ પત્નીને ડુપ્પટાથી ગળે ટુંપો આપીને હત્યા કરી હતી. અને લાશને બેડમાં મૂકીને ફરાર થયો હતો. મહિલાની લાશ લોહીથી લથપથ પથારીમાં પડી હતી. પોલીસે નંદાનો પીછો કરીને ગોવિંદપુરી પાર્કમાંથી દબોચી લીધો હતો.

એક મહિના પહેલા જ આવ્યો હતો જેલમાંથી બહાર
જણાવી દઈએ કે પત્નીને મારનાર નંદા નાયક પહેલાથી જ આરોપી છે. અને તેને વર્ષ 2017માં પોતાની જીજા અને પત્ની ઉપર ચપ્પાથી હુમલો કર્યો હતો. ત્યારબાદ પોલીસે તેને જેલમાં નાંખ્યો હતો. ગત મહિને જ તે જામીન ઉપર બહાર આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો