રાજ્યમાં એક બાજુ લોકો ધુળેટીનો તહેવાર મનાવી રહ્યા હતા. ત્યારે સુરતમાં હૃદય હચમચાવી નાંખે તેવો ખુની ખેલ ખેલાયો હોવાની એક ઘટના બની હતી. સુરતના ભટાર વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં પતિએ ઉશ્કેરાઈ જઈને દારૂના નશામાં પત્નીને ઉપરા છાપરી ચપ્પુના અનેક ઘા મારીને તેની હત્યા કરી હતી અને ત્યારબાદ તે પણ ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે પરિવારમાં પતિ-પત્ની વચ્ચે છેલ્લા કેટલાંક સમયથી ઝઘડા ચાલી રહ્યા હતા.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, સુરતના ભટાર વિસ્તારમાં આવેલા આંબેડકર નગરમાં જયા મોહિની વાનખેડે પોતાની બે માસુમ નાની દિકરીઓ સાથે પિયરમાં રહેતી હતી. તેના પીયરમાં દિકરીઓ સાથે રહેવા આવવાનું કારણ તેનો પતિ હતું. મહિલાનો પતિ અવાર નવાર દારૂ પીને આવતો અને તેની સાથે ઝધડા અને મારઝૂડ કરતો હતો. મંગળવારે ધુળેટી હોવાના કારણે બાલુ ચિક્કાર દારૂ પીને પત્નીના પીયરમાં પહોચ્યો હતો અને બંન્ને બાળકીઓને પોતાની સાથે લઇ જવાની જીદ પકડી હતી. પરંતુ પત્નીએ ના પાડતા તેમની વચ્ચે ઝધડો થયો હતો. જેથી રોષે ભરાયેલા બાલુએ પત્નીને ચપ્પુ વડે મોઢા તેમજ શરીરના અન્ય ભાગમાં ઇજાઓ પહોચાડી હતી.
આ ઘટના બાદ અફડાતફડીનો માહોલ સર્જાયા બાદ આસપાસના લોકોએ મોહિનીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં મોહિનીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનામાં પોલીસે હત્યારા પતિની શોધખોળ કરી રહી હતી. પરંતુ પતિ બાલુને લાગી આવતા પોતાના શરીરે ચપ્પુ વડે ઇજાઓ પહોચાડી નજીકમાં જ આવેલા પોતાના ભાડાના મકાનમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે.
આ સમગ્ર ઘટનાને લઇને માસુમ એક ત્રણ વર્ષની અને એક એક વર્ષની દિકરી માતાપિતા વિહોણી થઇ ગઇ હતી. હાલમાં સમગ્ર ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..