બેફામ બનેલા વ્યાજંકવાદીઓને નાથવામાં પોલીસ તંત્ર નિષ્ફળ રહ્યું છે. રોજ બરોજ વ્યાજંકવાદીની ધમકી કે માર મારવાનાં બનાવો પ્રકાશમાં આવી રહ્યાં છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં વ્યાજખોરનાં ત્રાસથી પતી-પત્નીએ ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
જેતપુરના જુના પાંચ પીપળા વિસ્તારમાં રેહતા અને વિશાલ મેગા મોલમાં ભગવતી હોઝીયરી નામની દુજણ ધરાવતા અલ્પેશ કનૈયા તેમજ તેમની પત્ની છાયાબેન કનૈયાએ ગત મોડીરાત્રીના તેમના ઘરે જ ઝેરી દવા પી ત્યાર બાદ ભાદર નદીના પુલ પાસે જતા રહ્યા હોવાનું પરીવારને જાણ થતા તાત્કાલિક સારવાર અર્થે શહેરની હોસ્પિટલ ખસેડ્યા હતા ત્યારબાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
જ્યારે સમગ્ર ઘટનામાં અપ્લેશ દ્વારા તેમના મોટા ભાઈ વિકાસને વ્યાજખોરોના ત્રાસને લીધે આ પગલું ભર્યું હોય તેવું સામે આવ્યું છે લોકડાઉન દરમિયાન આર્થિક તંગીનાં કારણે ધંધામાં આવક ણ હોવાથી અને માર્કેટમાંથી વ્યાજે લીધેલ પૈસા પરત કરવાનાં પ્રેશરથી પતિ-પત્નીએ જીવન ટુકાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ આ ઘટનાના પગલે કોઈ સૂસાઈડ નોટ લખી છે કે કેમ તેમજ શા કારણે આપઘાત કર્યો છે તમને લઇ તેમના દુકાનની તપાસ કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..