સુરત શહેરમાંથી બોગસ આયુષ્માન કાર્ડ (Ayushman Card) બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. ઓછું ભણેલા, ગરીબ અને મધ્યમ વર્ગના સૌરાષ્ટ્રવાસીઓને ભોળવીને બોગસ આયુષ્માન કાઢી આપવાનું રેકેટ (Racket) ચાલી રહ્યું છે. પૈસા આપીને આવું આયુષ્માન કાર્ડ કઢાવનારા અનેક લોકો છેતરાયા (Cheating) છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો હતો જ્યારે કતારગામના એક રહીશને હૃદયરોગ (Heart Attack)નો હુમલો આવ્યો હતો. તેઓને સારવાર માટે હૉસ્પિટલ (Hospital)માં દાખલ કરવામાં આવ્યા ત્યારે ખબર પડી હતી કે તેમની પાસે રહેલું આયુષ્માન કાર્ડ નકલી છે. આ મમલે સિંગણપોર પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે. શહેરમાં આવે એક હજાર જેટલા બોગલ કાર્ડ (Bogus Ayushwamn Card) નીકળ્યા હોવાનો અહેવાલ છે.
સુરતમાં સૌરાષ્ટ્ર વિસ્તારના લોકો ખૂબ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. સુરતમાં અલગ અલગ સ્નેહ મિલનો યોજાતા રહે છે. આ સ્નેહ મિલન સમારોહમાં સમાજના લોકોને સરકારી યોજાનાનો લાભ મળે તે માટે વિવિધ યોજનાઓના કાર્ડ કાઢી આપવાનાં કેમ્પો યોજાતા રહે છે. આવા જ એક સ્નેહ મિલન કાર્યક્રમાં આયુષ્માન કાર્ડ કાઢી આવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, આ કાર્ડ બોગસ હોવાનું સામે આવ્યું છે.
કતારગામના એક રહેવાસીએ પોતાની હાર્ટ સર્જરી કરાવ્યા બાદ કાર્ડ બતાવતા આ કાર્ડ બોગસ હોવાનું સામે આવ્યું હતું. કતારગામમાં આંબાતલાવડી વિસ્તારમાં રહેતા ખીમજીભાઈ મોણપરા મે-2019માં સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ચોગઠ ગામના સ્નેહમિલન સમારોહમાં ગયાં હતા. જ્યાં ગામના લોકોને મદદરૂપ થવા માટે આધારકાર્ડ, કિસાન પેન્શન યોજના તથા મેડિકલ સારવાર માટે વિનામૂલ્યે આયુષ્માન કાઢી આપવાની જાહેરાત થતા ગામના લોકોએ કાર્ડ કઢાવવા નામ નોંધાવ્યા હતા.
થોડા મહિના બાદ કતારગામના હરિદર્શનના ખાડામાં એક કેમ્પ યોજાયો હો, જેમાં રૂ.700થી રૂ.1000 લઇને આયુષ્માન કાર્ડ બનાવીને લોકોને આપી દેવાયા હતા. જોકે, દોઢેક માસ પહેલાં તેઓને હાર્ટ એટેક આવતાં ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયા બાદ ઓપરેશન કરાયું હતું. આ વખતે તેઓએ રજૂ કરેલું આયુષ્માન કાર્ડ બોગસ હોવાનું બહાર આવ્યું હતું. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ ખીમજીભાઇએ આયુષ્માન કાર્ડ કાઢી આપનાર બંને યુવકોનો સંપર્ક કરતા બંનેએ એકબીજા પર દોષનો ટોપલો ઢોલ્યો હતો. જે બાદ તપાસ કરતા તેમના જ જૂથના અન્ય 35 લોકોના આવા બોગસ કાર્ડ નીકળ્યાનું જાણવા મળ્યું હતું.
આ મામલે ખીમજીભાઈએ સિંગણપોર પોલીસ મથકમાં અરજી પણ કરી છે. જેમાં આરોપીઓના નામ અને મોબાઈલ નંબર પણ આપ્યા છે. આ ઉપરાંત અરજીમાં પૈસા લઈને 1000થી વધુ લોકોના બોગસ કાર્ડ કાઢી આપ્યાનું પણ જણાવ્યું છે. લોકોની સારવાર માટે રાહતરૂપ બની રહેતાં આયુષ્યમાન કાર્ડ સરકારી દસ્તાવેજ જેવું છે. જોકે, હજુ સુધી જવાબદાર લોકો સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..