હવે ઘરે જ બનાવો રજવાડી ગરમ મસાલો, ભોજનનો સ્વાદ થઇ જશે બમણો

ખાસ કરીને ઘણા લોકો ઘરે જાત-જાતનું ભોજન બનાવતા હોય છે. જેનો સ્વાદ અદ્બૂત હોય છે. પરંતુ આ સ્વાદ પાછળનું કારણ ઘણી વખત ગરમ મસાલો હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરે કેવી રીતે મસાલો બનાવી શકાય. તો આજે અમે તમારા માટે રજવાડી ગરમ મસાલો કેવી રીતે બનાવાય તેની રેસીપિ લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય.

સામગ્રી

  • ૨૫ ગ્રામ – ધાણા
  • ર૫ ગ્રામ – જીરું
  • ૧૦ ગ્રામ – જીરું
  • ૧૦ ગ્રામ – તજ
  • ૧૦ ગ્રામ – લવિંગ
  • ૧૦ ગ્રામ – મરી
  • ૧૦ ગ્રામ – ઈલાયચી
  • ૧૦ ગ્રામ – એલચી
  • ૫ ગ્રામ – જીવંત્રી
  • ૨ નંગ – જાયફળ
  • પ -૬ નંગ – બાદીયા
  • ૨૦ ગ્રામ – સૂકા કાશ્મીરી લાલ મરચા
  • ૧ ચમચી – મેથી
  • ૧ ચમચી – રાઈ
  • ૧ ચમચી – વરિયાળી
  • થોડાક – મીઠા લીમડાના પાન

બનાવવાની રીત

  • – સૌ પ્રથમ રજવાડી ગરમ મસાલો બનાવવા માટે એક મોટો બાઉલ લો.
  • – તેમા ઉપર આપેલા દરકે સૂકા મસાલા ઉમરો.
  • – આ દરેક સામગ્રીને બરાબર મિક્સ કરી લો.
  • – હવે તેને એક કઢાઇમાં વારાફરતી શેકી લો.
  • – તે બાદ એક મિક્સર લો અને તેમા પીસી લો.
  • – તેને બરાબર બારીક ન થાય ત્યાં સુધી પીસી લો.
  • – હવે આ મસાલાને બાઉલમાં નીકાળી લો.
  • – તૈયાર છે ઘરે બનાવેલો રજવાડી ગરમ મસાલો.. જેને તમે સ્ટોર કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો