હવે બનાવો લીલા લસણના સ્વાદિષ્ટ પરાઠા, ઘરના લોકો વારંવાર બનાવવા માટે કહેશે જાણો બનાવવાની સરળ રીત

શિયાળામાં લોકો અવનવી વાનગીઓ બનાવતા રહે છે. ત્યારે આજે અમે તમારા માટે એક ખાસ રેસીપી લઇને આવ્યા છીએ. જે ખાવાથી તમારા સ્વાસ્થ્યને પણ ફાયદા થશે અને સ્વાદિષ્ટ પણ લાગશે. આજે અમે તમારા માટે લીલા લસણના પરાઠાની રેસીપી લઇને આવ્યા છીએ. લીલું લસણ ખાસ કરીને શિયાળામાં ખાવામાં આવે છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય લીલા લસણના પરાઠા..

સામગ્રી

  • 1 કપ – ઘઉંનો લોટ
  • ૩ ચમચી – ઝીણું સમારેલુ લીલુ લસણ
  • ૩ ચમચી – ઝીણી સમારેલી કોથમીર
  • 1/2 ચમચી – હળદર
  • 1/2 ચમચી – લાલ મરચું
  • મોણ માટે – તેલ
  • સ્વાદાનુસાર – મીઠું
  • જરૂરિયાત મુજબ – પાણી

બનાવવાની રીત

સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ લેશો હવે તેમાં ઝીણું સમારેલું લસણ, લીલી સમારેલી કોથમીર, સમારેલું લીલું મરચું, મીઠું હળદર ધાણાજીરૂ લાલ મરચું પાવડર મિક્સ કરો, હવે તેલનું મોણ નાખો. જરૂર મુજબ પાણી ઉમેરી રોટલી જેવો લોટ બાંધી લો. તેલવાળો હાથ લગાડી દસ મિનિટ માટે રહેવા દો. લોટના નાના-નાના લૂઆ કરી થેપલા વણી લો.ગરમ તવા ઉપર થેપલાની બન્ને બાજુ શેકી લો. થેપલા તૈયાર થઈ જાય એટલે સર્વિંગ ડીશમાં લઈ કોથમીરની ચટણી અને દહીં સાથે સર્વ કરો. તો તૈયાર છે સ્વાદિષ્ટ લીલા લસણના થેપલા…

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો