શું તમારે રાશન કાર્ડ આધાર જોડે લિંક કરાવવાનું રહી ગયું છે તો આજે જ કરાવો, નહીંતર નહીં મળે આ ફાયદા

ખાદ્યમંત્રાલયે રાશનકાર્ડને આધાર સાથે જોડવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધી હતી. જેમણે હજી સુધી રેશનકાર્ડને આધાર સાથે લિંક નથી કર્યા તે જલ્દીથી કરાવી લે છે કારણ કે લિંક કરાવવાનો 30 સપ્ટેમ્બર છેલ્લો દિવસ છે. રાશનકાર્ડ દ્વારા લાભાર્થીઓને સસ્તા ભાવે સબસિડી હેઠળ અનાજ મળે છે. ગરીબ અને સ્થળાંતર કરનારા લાભાર્થીઓના હિતની સુરક્ષા માટે સરકારે ‘વન નેશન વન રેશનકાર્ડ’ યોજના અંતર્ગત રેશનકાર્ડ ધારકોની આંતર-રાજ્ય પોર્ટેબિલીટીનો અમલ લાગૂ કરવાનો શરૂ કરી દીધો છે. ચાલો જાણીએ કે કેવી રીતે રાશન કાર્ડને આધાર સાથે લિંક કરી શકાય છે.

રાશન કાર્ડને આધારથી લિંક કરવાની રીત

1 ભારતીય વિશિષ્ટ ઓળખ અધિકૃતતા (યુઆઈડીએઆઈ વેબસાઇટ) અનુસાર, રેશનકાર્ડ ધારકે પોતાના આધાર સહિત પરિવારના સદસ્યોના આધાર કાર્ડની કોપી અને રાશનકાર્ડની કોપી પીડીએસ એટલે કે રાશન વેંચનારની દુકાન પર જઇને જમા કરવી પડશે.

2 સાથે સાથે પરિવારના પ્રમુખ કે મુખ્ય વ્યક્તિનો પાસપોર્ટ સાઇઝ ફોટો પણ લેવો પડશે.

3 તમારી વિગતો અને આધાર નંબર સાથે મેચ કરવા માટે, પીડીએસ શોપમાં રેશનકાર્ડ ધારકને બાયમેટ્રિક મશીન અથવા સેન્સર પર આંગળી મૂકવાનું કહેવામાં આવી શકે છે.

4 જેમના નામે રેશનકાર્ડ છે, જો તેનું બેંક ખાતું આધારકાર્ડ સાથે જોડાયેલ નથી, તો તેણે પીડીએસ શોપમાં તેના બેંક એકાઉન્ટ પાસબુકની ફોટો કોપી સબમિટ કરવાની રહેશે.

5 જો આધાર રાશનકાર્ડ સાથે લિંક થશે તો રેશનકાર્ડ ધારકના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મેસેજ મોકલવામાં આવશે.

ઓનલાઇન રાશન કાર્ડને આધારથી કરો લિંક

સ્ટેપ 1: સૌ પ્રથમ, યુનિક આઇડેન્ટિફિકેશન ઓફ ઇન્ડિયા એટલે કે uidai.gov.in ની ઓશિયલ વેબસાઇટ પર જાઓ.

સ્ટેપ 2: સ્ટાર્ટ નાઉ વિકલ્પ પર ક્લિક કરો.

સ્ટેપ 3: તમારી સરનામાંની વિગતો ભરો.

સ્ટેપ 4: અહીં તમે ઘણા વિકલ્પો જોશો, તેમાંથી તમારે રાશનકાર્ડ લાભ પસંદ કરવો પડશે.

સ્ટેપ 5: અહીં રાશનકાર્ડ નંબર, આધાર નંબર, ઇ-મેઇલ સરનામું અને મોબાઇલ નંબર ભરો.

સ્ટેપ 6: તમારા નોંધાયેલા મોબાઇલ નંબર પર ઓટીપી આવશે. ઓટીપી ભરો અને પછી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે મેસેજ સ્ક્રીન પર દેખાશે.

સ્ટેપ 7: આ પોસ્ટ કરો. તમારી અરજી વેરિફાઇ થઇ જશે અને રાશનકાર્ડ આધાર સાથે લિંક થશે.

90 ટકા આધાર કાર્ડ થઇ ચુક્યા છે લિંક

મેં મધ્ય સુધીમાં, દેશના 23.5 કરોડ રેશનકાર્ડમાંથી 90 ટકા જેટલા રાશનકાર્ડ ધારકોને જોડવામાં આવ્યા છે. 7 ફેબ્રુઆરી 2017 ના રોજ ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગની સૂચનાના આધારે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આધાર નંબર સાથે રેશનકાર્ડને જોડવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ સૂચના સમય સમય પર સુધારી દેવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો