કોરોનાની મહામારીમાં દર્દીઓ પાસેથી જંગી ફી વસૂલતી હોસ્પિટલો ચેતજો, નહીંતર કાયમ માટે હોસ્પિટલ બંધ કરવાની નોબત આવશે: નીતિન પટેલ

કોરોનાની મહામારીમાં પણ ખાનગી હોસ્પિટલો દ્વારા માનવતા નેવે મૂકીને કોરોનાના દર્દીઓને સારવાર પેટે લાખો રૂપિયાના તોતિંગ બિલો અપાતા હોવાની વ્યાપક બનેલી ફરિયાદોના પગલે હવે સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દર્દીઓ પાસેથી જંગી રૂપિયા વસૂલી નફાખોરી કરતી હોસ્પિટલોને કડક શબ્દોમાં ચેતવણી આપી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

નીતિન પટેલે કહ્યું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ રાજ્ય સરકારને વિશાળ સત્તાઓ મળી છે, ખાનગી હોસ્પિટલના માલિકો અને સંચાલકો ચેતી જાય નહીંતર કાયમી ધોરણે હોસ્પિટલ બંધ કરવાની નોબત આવશે. કેટલાક લોકોની રજૂઆત, અખબારી અહેવાલોના આધારે અમારા ધ્યાને આ હકિકત આવી છે પરંતુ નાગરિકોને પણ વિનંતી છે કે કોઇપણ જગ્યાએ ખાનગી હોસ્પિટલો દ્વારા નિયત કરાયેલા ચાર્જ કરતા વધુ રકમ વસૂલવામાં આવતી હોવાનું ધ્યાને આવે તો તેની સીધી ફરિયાદ મારી ઓફિસમાં મોકલી આપે જેથી અમે ત્વરિત કાર્યવાહી કરીશું.

ગુજરાતમાં ફરી લૉકડાઉનની કોઇ વિચારણા નહીં: પટેલ

દેશના કેટલાક રાજ્યોમાં આંતરરાજ્ય સરહદો સીલ કરાઇ છે ત્યારે ગુજરાતમાં પણ ફરી લૉકડાઉન લાગુ થવાનું હોવાની વાતો સોશિયલ મીડિયામાં વહેતી થઇ હતી. આ બાબતનો છેદ ઉડાવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે ગુજરાત સરકાર લૉકડાઉન ફરી લાગુ કરવા અંગે કે હાલની સ્થિતિમાં ફેરફાર કરવા અંગે કોઇ વિચારણા કરી રહી નથી. પટેલે કહ્યું કે આશા રાખું છું કે સરકારે જે છૂટછાટો આપી છે તેનું નાગરિકો નિયમોનુસાર પાલન કરશે અને ગાઇડલાઇનને અનુસરશે જેથી વધુ છૂટછાટ મળી શકે એવા નિર્ણયો આપણે કરી શકીશું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો